02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ સામે આ છે પડકાર

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ સામે આ છે પડકાર   13/12/2018

રિઝર્વ બેંકમાં ગવર્નન્સનો સામનો આરબીઆઈ કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે. આ પર સરકાર સાથે અનેક વિવાદોને પગલે ઉર્જિત પટેલે પદદ પરથી રાજીનામું આપી દીધું. રિઝર્વ બેંકના બોર્ડના કેટલાંક સભ્યોનું કહેવું છે કે તેમમાં ગવર્નન્સના પહેલૂની સમીક્ષા માટે સમિતિ બનાવવી જોઈએ, તો આ નિર્ણય કરવામાં આવે તો બોર્ડની શું ભૂમિકા રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ સામે અનેક પડકારો છે. તેઓ ગુરુવારે બેંક તેમજ સંલગ્ન પક્ષકારો સાથે બેઠક યોજી રહ્યાં છે તેના પર હાલ નજર ટકાયેલી છે.     
 
આ સભ્યોનો સુઝાવ છે કે એકતરફી દબાવ નાંખવાની બોર્ડની શક્તિઓમાં બદલાવ કરવાનો પ્રયત્ન ન થવો જોઈએ. એક્સપર્ટસ પહેલા એ જુએ કે બોર્ડ કેવી સક્રિય ભૂમિકા ભજવી શકે છે. આ સભ્યોને લાગે છે કે આ મામલે નિપટવાનો આ જ એક યોગ્ય રીત હશે. સૂત્રોનું કહેવું છે કે આરબીઆઈ ફાઈનાન્સ મિનિસ્ટ્રીનો કોઈ વિભાગ નથી. એનો અર્થ  નથી કે આરબીઆઈ બોર્ડ પોતાને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સથી સ્વાયત્ત ઘોષિત કરી શકે છે. ડીસેમ્બરમાં થયેલી મીટિંગના એજન્ડામાં આરબીઆઈમાં ગવર્નન્સ મુદ્દો શામેલ હતો. એ હજી જ્યાં નો ત્યાં જ છે. સુલટાયો નથી. હવે એ ખબર નથી કે નવા ગવર્નર આવતા અઠવાડિયે મળનારી મીટિંગમાં કેવી રીતે ઉઠાવશે.
 
સરકારનું કહેવું છે કે મોટાં નિર્ણયો લેતા પહેલા આરબીઆઈ બોર્ડમાં ચર્ચા થવી જોઈએ. એને આરબીઆઈ બોર્ડને કોઈ કંપનીના બોર્ડની જેમ બદલવાની કોશિશ માનવામાં આવે છે. તેમજ રિઝર્વ બેંકના ગવર્નરની પાંખો કાંપવા તરીકે લેખાવામાં આવી રહ્યું છે. કેટલાંક મહીના પહેલા નાણા મંત્રાલયએ પ્રસ્તાવ રાખ્યો હતો કે બોર્ડ હેઠળ અનેક સમિતિ બનાવવી જોઈએ, જેમાં અલગ અલગ ક્ષેત્રોના વિશેષજ્ઞ હોય. અને એ સંબંધિત ક્ષેત્રથી જોડાયેલી નીતિઓ પર સલાહ આપે. આ પ્રસ્તાવ આરબીઆઈને ખટક્યો હતો. તેમનું માનવું છે કે મામલામાં યથા સ્થિતિ બની રહેવી જોઈએ.
 
બીજી બાજુ દાસ અને બોર્ડને તેની સમિતિની શરતો નક્કી કરવાની છે. જો આરબીઆઈને ઈકોનોમિક કેપિટલના મામલા પર વિચાર કરશે. શું સમિતિ એ પણ જોશે કે આરબીઆઈને મોજુદ રિઝર્વમાંથી કેટલો હિસ્સો સરકારને ટ્રાન્સફર કરી શકાય છે કે તે ખુદને આ વાત સુધી સીમિત રાખશે કે સરકારને આપવામાં આવનારા ડિવિડન્ટ નક્કી કરતા પહેલાં કેટલા સરપ્લસને કન્ટિજન્સી રિઝર્વમાં નાંખવાનું છે?  આ મામલે સમિતિના સભ્યોનો અભિપ્રાયનું ભારે મહત્વ છે. રિઝર્વ બેંકના ફોર્મર ગવર્નર બિમલ જાલાન અને પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહનને આ સમિતિમાં શામેલ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
 
બેંકિંગ સર્કલમાં આ ચર્ચા છે કે 31મી ડિસેમ્બર 2018ના રોજ પૂરા થતાં છ માસિક આંકડાઓનું આરબીઆઈનું ઓડિટ પૂરું થયા પછી વચગાળાનું ડિવિડન્ટનો મામલો બજેટ પહેલાં ઉઠી શકે છે. ગયા વર્ષે રિઝર્વ બેંકે લિમિટેડ રિવ્યૂ કરવો શરૂ કર્યો હતો જ્યારે તેમાંથી કેટલીક તેમની ત્રિમાસિક સમીક્ષાના હક્કમાં છે.
 
આરબીઆઈ પાસે 9 લાખ કરોડનું રિઝર્વ છે એમમાંથી 2.3 લાખ કરોડ રૂપિયાનું કન્ટિજન્સી રિઝર્વ છે. જેને હાથ નથી લગાવી શકાતો. તેની બેલેન્સશીટમાં મોટી રકમ ગોલ્ડ રિવેલ્યૂએશન અને રોકડ રૂપે છે. રિવેલ્યૂએશન રિઝર્વ એવો નફો હોય છે જેને વટાવી શકાતો નથી. આ એસેટ વેચ્યા પછી મળી શકે છે અને વેચ્યા પછી એને રૂપિયામાં બદલવો પડશે.  ત્યારે આ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આરબીઆઈ બોર્ડની પાછલી મીટિંગમાં પટેલે કહ્યું  હતું કે ઈકોનોમિક્સ કેપિટલ પર જો સમિતિ બનાવાઈ રહી છે. તે આ રિઝર્વનો ઉપયોગ પર ચર્ચા ન કરે. જો કે હજી મામલે કઈં નિશ્ચિત નથી.

Tags :