ભાભર તાલુકાના મેરા ગામના પાટીયા પાસે ભાભર-થરાદ હાઇવે પર ગત રાત્રી દરમ્યાન એસ.ટી. બસ અને બાઇક વચ્ચે રાતના સુમારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક જયંતિજી જીવણજી ઠાકોર એસ. ટી. બસની ટક્કરથી બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો. જેને માથાના અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકને ૧૦૮ વાન દ્વારા દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ભાભર પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલ યુવકને ભાભર બાદ વધુ સારવાર માટે આગળ રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.