કડીમાં પ્રેમલગ્ન સામે કાળજી, શાળાની છોકરીઓને શપથ લેવડાવ્યા

ગુજરાત
ગુજરાત

કડીની ડી.જે.હાઇસ્કુલમાં પાટીદાર સેના અને નારી એકતા ગ્રુપ દ્રારા દીકરીઓમાં જાગૃતિ લાવવા સભા યોજાઇ હતી. છેલ્લા કેટલાક સમયથી પ્રેમલગ્નનું પ્રમાણ વધી ગયુ હોઇ સામાજીક રીતે અનેક પરિવારોમાં ગુંચવણો અને મુંઝવણો ઉભી થયેલી છે. જેને લઇ પાટીદાર સેના અને નારી એકતા ગ્રુપ દ્રારા શાળાની છોકરીઓએ માતા-પિતાની મરજીથી જ લગ્ન કરવા શપથ લેવડાવ્યા હતા. કડીમાં નારી એકતા ગ્રુપ દ્રારા લવમેરેજ મામલે બંધારણમાં રહીને સુધારા-વધારા કરાવવા સભા યોજી દીકરીઓને જાગૃત કરી હતી.
 
મહેસાણા જીલ્લાના કડી શહેરમાં આવેલી ડી.જે. હાઇસ્કુલમાં આજે પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર અને દીકરીઓને જાગૃત કરવા સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં દીકરીઓએ માતાપિતાની મરજીથી લગ્ન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે પાટીદાર સેના પ્રવક્તા સતીશ પટેલ, નારી એકતા ગ્રુપ પ્રમુખ ભગવતી બેન, મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ બલ્લુભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા જય ભગવાન, હસમુખભાઈ પટેલ,ધાર્મિક પટેલ, મેહુલ પટેલ, અજય પટેલ, છાયા બેન, મનીષાબેન અને સ્કૂલ પ્રિન્સિપાલ માલતીબેન વગેરે હાજરી આપી દીકરીઓને જાગૃત કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.