નિર્ભયા કેસઃ દયા અરજી ફગાવ્યા વિરુદ્ધ દોષી મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હીં નિર્ભયા કેસમાં ૪ આરોપીઓમાં સામેલ મુકેશ સિંહની દયા અરજી ફગાવ્યા વિરુદ્ધ એક પિટીશન કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની સ્પેશિયલ બેન્ચ આજે આ વિશે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે સોમવારે મુકેશના વકીલને તે માટે તુરંત રજિસ્ટ્રીને સંપર્ક કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, જો કોઈને ૧ ફેબ્રુઆરીએ ફાંસી થવાની હોય તો આ કેસ પ્રાથમિકતામાં હોવો જોઈએ. ત્યારપછી જસ્ટિસ ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચમાં દાખલ અરજી પર આજે બપોરે ૧૨.૩૦ વાગે સુનાવણી નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૭ જાન્યુઆરીએ મુકેશની દયા અરજી ફગાવી હતી.
               મુકેશે શનિવારે દયા અરજી નકારવામાં આવી હોવાની ન્યાયિક સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દોષી મુકેશની વકીલ વૃંદા ગ્રોવરે જણાવ્યું હતું કે, શત્રુઘ્ન ચૌહાણ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે અમે અનુચ્છેદ ૩૨ અંતર્ગત કોર્ટમાં દયા અરજી મામલે ન્યાયિક સમીક્ષાની માંગણી કરી છે. આ પહેલાં મુકેશની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં નકારવામાં આવી હતી. દોષિતોને ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગે ફાંસી આપવાનો ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિએ તથ્યોને ધ્યાનમાં લીધા વગર અરજી નકારી. નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે વિવિધ નુસખા કરીને ફાંસીની સજાના અમલમાં અવરોધો ઉભા કરી રહ્યા છે. દોષી મુકેશે રાષ્ટ્રપતિએ ૧૭ જાન્યુઆરીના રોજ દયા અરજી નકારવાના નિર્ણયને પડકાર આપતી અરજીમાં કહ્યું છે કે, તેણે દયા અરજીમાં ઘણાં ત્થયોનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ ઉતાવળમાં આ અરજી નકારવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિ પાસે ૧૦૦થી વધારે દયા અરજીઓ પેન્ડિંગ છે.નિર્ભયા કેસમાં અત્યાર સુધી નિર્ભયાના ચારેય આરોપીઓ જેલ નંબર ૩ની હાઈ સિક્યોરિટી સેલની અલગ અલગ કોઠરીમાં બંધ છે. બીજા આરોપીઓથી તો દૂર પણ આ લોકો એકબીજાને પણ મળી શકતા નથી. દિવસમાં એક-દોઢ કલાક માટે જ આ લોકોને કોઠરીમાંથી કાઢવામાં આવે છે. ચારેયને એક સાથે બહાર કાઢવામાં આવે છે. જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મી પવનની એ અરજીને ફગાવી હતી, જેમાં તેણે ઘટના વખતે સગીર હોવાનો દાવો કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અરજીમાં કોઈ નવો આધાર નથી. આરોપીઓ પાસે  વિકલ્પ પવન, મુકેશ અને વિનય શર્માની ફાંસી માટે બીજી વખત ડેથ વોરંટ જાહેર કરાયું છે. જેમાં ફાંસીની તારીખ ૧ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. પહેલા વોરંટમાં આ તારીખ ૨૨ જાન્યુઆરી હતી. આરોપી પવન પાસે હાલ ક્યૂરેટિવ પિટીશન અને દયા અરજીનો વિકલ્પ છે. આ વિકલ્પ અક્ષય સિંહ પાસે છે. વિનય શર્મા પાસે પણ દયા અરજીનો વિકલ્પ છે. આરોપી મુકેશ પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ નથી. એટલે કે ત્રણ આરોપી હાલ પાંચ કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.ફાંસીમાં વધુ એક કેસ અડચણ પેદા કરી રહ્યો છે. એ છે તમામ આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને અપહરણનો કેસ. આરોપીઓના વકીલ એપી સિંહના કહ્યાં પ્રમાણે, પવન, મુકેશ, અને વિનયને લૂંટના કેસમાં નીચલી કોર્ટે ૧૦ વર્ષની સજાસંભળાવી હતી. આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે. જ્યાં સુધી તેની પર કોઈ નિર્ણય નહીં આવી જાય, ત્યાં સુધી આરોપીઓને ફાંસી નહીં આપવામાં આવે.જે આરોપીઓ પાસે કાયદાકીય વિકલ્પ છે, તે તિહાર જેલ દ્વારા આપવામાં આવેલા નોટિસ પીરિયડ દરમિયાન તેનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી પ્રિજન મેન્યુઅલના જણાવ્યા પ્રમાણે, જો કોઈ કેસમાં એકથી વધારે આરોપીઓને ફાંસી આપવાની છે તો કોઈની અરજી પેન્ડિગ રહેશે ત્યાં સુધી બધાની ફાંસીને કાયદાકીય રીતે સ્થગિત રખાશે. નિર્ભયા કેસ પણ આવો જ છે, ચાર આરોપીઓને ફાંસી આપવાની છે. હાલ કાયદાકીય વિકલ્પ પણ બાકી થે અને એક કેસમાં અરજી પેન્ડિગ છે. એવામાં ફાંસી પાછી ટળી શકે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.