02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાજકોટમાં ‘બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો’ લખી બિલ્ડરના ત્રાસથી યુવાનનો આપઘાત, બિલ્ડરની ધરપકડ

રાજકોટમાં ‘બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો’ લખી બિલ્ડરના ત્રાસથી યુવાનનો આપઘાત, બિલ્ડરની ધરપકડ   14/02/2020

રાજકોટઃ શહેરના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.૪૨)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્‍ડર જમન છગનભાઇ કનેરીયાનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાકેશભાઇએ આ બિલ્‍ડરનું ફર્નિચરનું કામ રાખ્‍યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ્યો હતો.પરંતુ બિલ્‍ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્‍યું છે. રાકેશભાઇએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો હોવાનો ઉલ્લેખ કર્યો
 
રાકેશભાઇની પત્ની શોભનાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો બ્રિજેશ ૨૦ વર્ષનો અને નાનો તેજસ ૧૭ વર્ષનો છે. મારા પતિ રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા ફર્નિચરનું કામ કરતાં હતાં. ૧૧ ફેબ્રુઆરીના રોજ સાજે હું મારા દિયર આનંદભાઇના ઘરે કોઠારીયા રોડ કિરણ સોસાયટીમાં હતી ત્‍યારે મારા દીકરા બ્રિજેશે ફોન કરીને કહ્યું હતું કે પપ્‍પા પડી ગયા છે, ઉલ્‍ટી કરે છે તું જલ્‍દી ઘરે આવ. જેથી હું ત્‍યાંથી ઘરે આવી હતી. મારા પતિને વ્રજ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે વોકહાર્ટમાં લઇ જવામાં આવ્‍યા હતાં. રસ્‍તામાં તેઓ કંઇ બોલી શકતા નહોતા. પુત્ર બ્રિજેશે મને કહ્યું હતું કે પપ્‍પાએ ઘરે આવીને દવા પી લીધી છે. પતિએ સારવાર દરમિયાન વોકહાર્ટ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો હતો.
 
‘સૌને જયશ્રીકૃષ્‍ણ જય માતાજી હું રાકેશ જિંદગીથી કંટાળી પગલું ભરૂ છું, ખૂબ જ થાકી ગયો છું હવે આરામ કરવા માંગુ છું. બધાને ખુશ કરવામાં હું ફસાતો ગયો, મને ગલત ન સમજતા. એક બે કામમાં ફસાઇ જતાં નુકસાન થયું છે. જમનભાઇ વ્રજ પેલેસવાળાનું ૧,૪૦,૦૦૦નું કામ રાખેલ ને બે સવા બે નો હિસાબ થાય છે, હવે ટોર્ચર કરે છે. વાત થઇ તી કામની એનાથી વધારે કામ વધી ગયું. મેં કોઇ વસ્‍તુની ના નથી પાડી ઠીક છે. બ્રિજેશ તેજસ તારી મમ્‍મીનું ધ્‍યાન રાખજો, એને દુઃખી થવા ન દેતાં. મને માફ કરશો હું રીતે જઇ રહ્યો છું. ભાઇ આનંદ માફ કરજે, છોકરાવનું ધ્‍યાન રાખજે. શિવ લેમિનેટવાળા અશોકભાઇ મારા ભાઇથી વિશેષ છે, મારૂ ખૂબ રાખ્‍યું છે. અશોકભાઇ માફ કરજો હવે તમને જવાબ દેતા થાકી ગયો છું. કોઇ દિવસ કંઇ પણ તમે બોલ્‍યા નથી. જરૂરથી વધારે તમારો ઉપયોગ કર્યો છે. કોઇ દિવસ તમે માલની ના નથી પાડી. હું કોઇ દિવસ ટાઇમ પર પૈસા આપી શક્‍યો નથી. મને માફ કરશો, તમારા જેવી વ્‍યક્‍તિ દુનિયામાં નહીં થાય. અશોકભાઇ મારી પાસે બીજો કોઇ રસ્‍તો નથી.'
 
રાકેશભાઇએ આગળ લખ્‍યું છે કે-પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ તમને વિનંતી કે મારા પરિવારને કોઇ હેરાન ના કરે. જેને પૈસા આપવાના છે તેને આપી દીધેલ છે. વધારે પૈસા માટે મારા ગયા પછી મારા પરિવારને કોઇ હેરાન ન કરે. રાજકોટના ઉદ્યોગપતિ, સેવાકીય સંસ્‍થાઓને નમ્ર અપીલ કે મારો મોટો દીકરો બ્રિજેશ ભણવામાં હોશીયાર છે, પ્‍લીઝ તેને મદદ કરશો. પાટીદાર ધાણાદાળવાળા અનિલભાઇ મારા પરિવારનું ધ્‍યાન રાખજો. તમે ખૂબ જ સેવાકીય પ્રવૃતિ કરો છો એટલે તમને ભલામણ કરૂ છું. શોભા મને માફ કરી દેજે. મારા હિસાબે હવે તને કે છોકરાવને હેરાન નહી થવા દઉ. હિમત રાખજે, છોકરાવનું ધ્‍યાન રાખજે. હું સદાય તારી પાસે છું. બે ચાર વર્ષની વાર છે પછી છોકરા તૈયાર થઇ જશે. અનિલભાઇ (ધાણાદાળવાળા) મારા છોકરાવનું ધ્‍યાન રાખજો, તમને એનું વળતર આપી દેશે. મારા છોકરાવને હમેંશા રાજાની જેમ રાખ્‍યા છે. મને માફ કરશો.
 
બ્રિજેશ, તેજસ, શોભા, આનંદ, હેતલ મારી પાછળ કોઇ ખોટા ખર્ચા કે વિધિ કરતાં નહીં, કોઇ શોક રાખતા નહીં, તેની કોઇ જરૂર નથી. એક્‍ટીવાની બુક મનિષભાઇ આહિર પાસે છે તે લઇ લેજો. હું થાકી ગયો છું. મારે આરામ કરવો છે. સૌ કોઇ માફ કરજો. શોભા કપડા પહેરવામાં કોઇ બદલાવ ન કરતી, હું સદાય તારી સાથે જ છું. હિંમત ન હારતી. મેં કોઇ દિવસ કોઇનું ખરાબ નથી કર્યું, પણ મારી સાથે આવું કેમ થાય છે તે મને ખબર નથી. આ દુનિયા એ મારા ભોળપણ અને સચ્‍ચાઇનો ખુબ જ લાભ લીધો છે તેનું દુઃખ છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ મારા પરિવારને મદદ કરજો. સુરત ડાયમંડ કિંગ મહેશભાઇ સવાણી, સવજીભાઇ ધોળકીયા તમારો મોટો ફેન છું. મારે તમારી જેમ બિઝનેસ કરવો હતો. પરંતુ સફળતા ન મળી, નસીબે સાથ ન આપ્‍યો. તમને રિક્‍વેસ્‍ટ કરૂ છું કે મારા પરિવારને મદદ કરશો. થઇ શકે તો માફ કરશો...સૌને જયશ્રી કૃષ્‍ણ.

Tags :