થરાદમાં તીબેટના વેપારીઓને ધંધાની પરવાનગી નહી આપવા માંગ

 થરાદમાં તીબેટના વેપારીઓને ધંધાની પરવાનગી નહી આપવા માંગ
 
 
અન્ય શહેરોની જેમ થરાદમાં પણ ગતવર્ષે ગરમ કપડાંના તિબેટીયન માર્કેટની થરાદમાં શરુઆત થવા પામી હતી.જોકે તે શહેરના વિજયબિઝનેશ આગળના વિસ્તારમાં બનવાની શરુઆત થતાં નગરના વેપારીઓએ તેનો વિરોધ કરતાં તે વાવ હાઇવે પર ધમધમતું થયું હતું.જોકે આ વર્ષે ફરીથી ધંધો શરુ કરવા માટે પ્રાંત કચેરીમાંથી તજવીજ હાથ ધરતાં જ શહેરના રેડીમેડ એસોસિયેશનને વાંધો રજુ કરતું આવેદનપત્ર થરાદ નાયબકલેક્ટરને આપ્યું હતું.
જેમાં જણાવ્યું હતુંકે થરાદ એ નાનું ગામછે અને ધંધારોજગાર ઓછા ચાલેછે.આથી જો નેપાલના વેપારીઓને પરવાનગી આપવામાં આવે તો શહેરના નાના વેપારીઓને રોજીરોટી પર તકલીફ પડે તેમ હોઇ નેપાલના વેપારીઓને નગરપાલિકાની હદમાં ધંધાની મંજુરી નહી આપવાની માંગણી કરી હતી.બીજી બાજુ તિેબેટીયન પણ ધંધો શરૂ કરવાની માંગણી માટે પ્રાંતકચેરીમાં આવતાં નાયબ કલેકટર એ.કે.કળસરીયા પણ અવઢવમાં મુકાવા પામ્યા હતા.જોકે તેમણે પાલિકાને આ બાબતે વિકલ્પ વિચારવા પત્ર લખશે તેવું આશ્વાસન વેપારીઓને આપ્યું હતું.જ્યારે વેપારીઓએ નેશનલ હાઇવે પર માર્કેટ ચાલતું હોઇ હાઇવે વિભાગને પણ લેખિત રજુઆત કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.