બનાસકાંઠા જીલ્લામાં શાળા રીપેરીંગના નામે કરોડોનો ગેરરીતિની આશંકા

દિઓદર : બનાસકાંઠા જીલ્લાના દીઓદર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં સર્વશિક્ષા અભિયાન યોજના અંતર્ગત વર્ષ ર૦૧૭-૧૮ માં ફલડ અંતર્ગત મેજર સ્કુલ રીપેરીંગ અને રેટ્રોફીટીંગના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાયેલ જેમાં ભારે ધુપ્પલબાજી ચાલી હોવાનું સંભળાય છે.  જીલ્લામાં સને ર૦૧૭-૧૮ દરમ્યાન  આવેલ ફ્લડ અંતર્ગત સ્કુલ રીપેરીંગ કામોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવેલ જે રકમનો વાસ્તવિક સ્થળ ઉપર કેટલો ઉપયોગ થયો તે ચર્ચાસ્પદ બનવા પામેલ છે. જીલ્લામાં સ્કુલ રીપેરીંગના નામે કરોડો ખર્ચાયા છતાં શાળાઓની સ્થતિ નાજુક હોવાનું બહાર આવેલ. કામોમાં કરોડોની ગ્રાન્ટ અટવાઈ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. 
રાજ્યકક્ષાના એન્જીનીયરો દ્વારા ગામે ગામ શાળાઓની મુલાકાત લઈ સર્વે કરી માપ લઈ તે પ્રમાણે એસ્ટીમેન્ટ બનાવવામાં આવેલ છતાં તેની જગ્યાએ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોએ સેટીંગ કરી જાણે કે મનફાવે તેમ કામો કરી એસ્ટીમેન્ટના છેદ ઉડાડી શાળાઓમાં રીપેરીંગ બતાવી રકમો ચુકવાયેલ હોવાનું ચર્ચાસ્પદ બનાવા પામેલ છે. શું એન્જીનીયરો દ્વારા ખોટું સર્વે કરાયું હશે ? કે તેમાં ફેરફાર કરવાની જરૂરત પડી કે પછી કોઈ શાળામાં આચાર્ય ખોટું ચલાવી લેતા નહીં હોઈ ચલાવવા વાળાને ત્યાં કામ વધુ કરવામાં આવ્યું..? જેવા અનેક પ્રશ્નો ઉભા થવા પામેલ છે. એજન્સીઓએ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ લઈ ટી.આર.પી.ના આશીર્વાદ મેળવી કહેવાય છે કે કામો બે ત્રણ વાયા ...વાયા પેટા કોન્ટ્રાક્ટરોના હવાલે કામ કરી હલકી કક્ષાના કામો કરી ભારે ગેરરીતીઓ આચરી હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે.
સરકાર દ્વારા એસ્ટીમેન્ટ મુજબ જેતે શાળાઓના રીપેરીંગ માટે લાખો રૂપિયા ફાળવાયેલ છે ત્યારે ટી.આર.પી અને કોન્ટ્રાક્ટો દ્વારા ધુપ્પલબાજી આચરી મનફાવે તેમ રકમ ખર્ચેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. દીઓદર તાલુકાના મખાણું પ્રા.શાળામાં રૂ.પ લાખનું એસ્ટીમેન્ટ મંજુર થયેલું હોવા છતાં આ શાળામાં રૂ.૯ લાખ પ૦ હજાર નું ખર્ચે ચુકવાયેલ હોવાનું જાણવા મળેલ છે. એટલેકે ૪ લાખ પ૦ હજાર રૂ.મંજુરી  કરતાં વધારે ચકવાયેલ છે. તેવીજ રીતે કોટડા ફો.માં પ્રા.શાળામાં મંજુરી કરતાં ૪ લાખ ૩૬ હજાર વધારે ચુકવાયેલ છે. જ્યારે સરદારપુરા(જ.) પ્રા.શાળામાં રૂ.પ લાખ પ૦ હજાર ના રીપેરીંગના સર્વે સામે રૂ.ર  લાખ ખર્ચાયેલ છે. તેવીજ રીતે સણાદરમાં ર લાખ ૮૧ હજારની સામે માત્ર રૂ. ૭ હજાર ખર્ચાયેલ છે. આમ માનફાવે તેમ રકમ સેટીંગ કરી ખર્ચાયેલ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે.શાળા રીપેરીંગમાં કેટલુ એસ્ટીમેન્ટ મંજુર થયું કે કેટલું કામ કરવાનું છે. તે અંગે શાળાના આચાર્યોને કોઈ માહિતી અપાતી નથી. જેના ફળ સ્વરૂપ કોન્ટ્રાક્ટર અને ટી.આર.પી. દ્વારા જે પ્રકારની કામોમાં ધુપ્પલબાજી ચલાવવી હોય તે નડતરરૂપ રહે નહી કે શું ?
શાળાના રીપેરીંગ બાદ નેરોલેક, એશીયન પેઈન્ટ કે બર્જર કંપનીના કલર વાપરવાનું એસ્ટીમેન્ટ હોવા છતાં મોટાભાગના ચાલુ કલર દીઓદર જી.આઈ.ડી.સી.માંથી ઉપાડી એકાદ-બે હાથ મરાયો હોવાનું કહેવાય છે. ત્રણ-ત્રણ કલરના હાથ મારવાની ગાઈડલાઈનનો છડેચોક ભંગ થયેલા કામ પરથી જણાય છે.મોટાભાગનાં પતરાં બદલવામાં આવે છે. જે ગેલ્વેનાઈઝ ૈંજીં માર્કના યોગ્ય ગેજવાળા પતરાં વાપરવાના એસ્ટીમેન્ટના ધજાગરા ઉડાડવામાં આવ્યા હોવાનું છડેચોક સંભળાય છે.
સરકારની દીઓદર પંથકમાં શાળા રીપેરીંગ માટે ફાળવાયેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ટી.આર.પી.કે કોન્ટ્રાક્ટરોના ગજવામાં ગરકાવ થઈ ગઈ હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ટીમ દ્વારા યોગ્ય તપાસ કરાવે તો કરોડો  ે રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.