થરાદના વળાદરમાં જીપની ટક્કરથી વૃધ્ધાનું મોત

થરાદ તાલુકાના વળાદર ગામના બસસ્ટેન્ડ પર કળશ (લવાણા) ગામના અણસીબેન વાઘાભાઇ પરમાર ઉ.વ.૬૦ નામની મહિલા વૃદ્ધ મહિલાને એક જીપચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. વૃદ્ધાને ગંભીર ઇજાઓના કારણે તાબડતોર સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પીટલમાં ખસેડાયાં હતાં. જોકે તેમને બચાવી શકાયાં ન હતાં. બીજી બાજુ જીપ ચાલકની ઓળખાણ થતાં થરાદ પોલીસ મથકમાં તેની સામે ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવથી ચકચાર સાથે અરેરાટી મચવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.