જ્યારે એકસાથે ઉઠી 5 માસૂમોની અર્થી તો રડી પડ્યું આખું ગામ, આકાશમાંથી વીજળી પડતાં બાળકોનાં થયાં દર્દનાક મોત

શાહજહાંપુરમાં આકાશમાંથી વીજળી પડતાં 5 બાળકોનાં દર્દનાક મોત થયાં. બાળકોનાં મોતથી આખા ગામમાં માતમનો માહોલ છે. રવિવારે ગામમાં તે સમયે હોબાળો મચી ગયો, જ્યારે પોસ્ટમોર્ટમ પછી એક-એક કરીને માસૂમોની લાશ પહોંચી. આખું ગામ શોકમાં ડૂબી ગયું. બાળકોની અર્થી જોઇને ઘરવાળાઓ વારંવાર બેભાન થઈ રહ્યા હતા. સૌથી ખરાબ હાલત તે ઘરની હતી જેમણે કુદરતના આ કહેરમાં પોતાના બંને બાળકોને ખોઈ નાખ્યા. બે દિવસથી ગામના એકપણ ઘરમાં ચૂલો નથી સળગ્યો.
 
શનિવારની સાંજે કાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના શમશેરપુર અને સિકંદરપુરમાં આકાશમાંથી વીજળી પડી હતી. જેમાં ગામના 5 બાળકોનું સ્થળ પર જ દર્દનાક મોત થઇ ગયું. આ ઘટના બની ત્યારે બાળકો ખેતરમાં તેમના ઢોર ચરાવી રહ્યા હતા.
 
રવિવારે જ્યારે પોસ્ટમોર્ટમ પછી બાળકોના શબ ગામ પહોંચ્યા, તો આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. મહિલાઓ, વૃદ્ધોથી લઇને બાળકોની આંખોમાં પણ આંસૂ આવી ગયાં. 
એકસાથે પાંચેય માસૂમોની અર્થી પણ ઉઠી અને એકસાથે તેમનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો. આ દરમિયાન પરિવારજનો વારંવાર લાશ જોઇને બેભાન થઇ રહ્યા હતા. કેટલીક માતાઓને સંભાળવી મુશ્કેલ બની રહી હતી. આખા ગામમાં કોઇના ઘરે જમવાનું બન્યું ન હતું. 
ડીએમએ મૃતક બાળકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત વીજળીથી દાઝેલા અન્ય લોકોના સારા ઇલાજ માટે પણ નિર્દેશ આપ્યા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.