02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મેળવવામા સહાયરૂપ ભરતી મેળાઓનું આયોજન

રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મેળવવામા સહાયરૂપ ભરતી મેળાઓનું આયોજન   18/05/2019

પાટણ : રીલાયન્સ ફાઉન્ડેશન પાટણ જીલ્લા ના શંખેશ્વર સમી રાધનપુર અને સાંતલપુર તાલુકા ના ગ્રામીણ વિસ્તારના બેરોજગાર યુવાનો માટે રોજગાર લક્ષી માહીતી માર્ગલર્શન અને રોજગારી પ્રાપ્ત કરવા મા મદદરૂપ થવા કાર્યરત છે હાલમાજ પાટણ જીલ્લા ના આ ચાર તાલુકામા રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભરતી મેળાનું આયોજન કરેલ
જેમાં કચ્છના અંજારમાં સ્થિત વેલ્સપન ઈન્ડિયા પ્રાઈવેટ લી કંપની જે ટેક્ષટાઇલ ઉદ્યોગ મા ભારત ની નંબર એક કંપની છે જેના દ્વારા એચ.આર વિભાગના અધિકારી શ્રી મોતીભાઇ મકવાણા તેમજ રોજગાર કચેરી પાટણ થી શ્રી સાજીદભાઇ અને અશોકભાઇ શોલંકી અને રીલાયન્સ ફાઉન્ડેશન ના શ્રી વ્રજલાલભાઇ રાજગોર એ હાજરી આપી ઇન્ટરવ્યૂ લીધેલાતેમજ રોજગાર કચેરી દ્વારા બેરોજગાર યુવાનો ને રોજગાર કચેરીમા નોંધણી કરાવવા તેમજ એક મહીનાની આર્મી અને બી,એસ,એફ ની તાલીમ મા જોડાવા પ્રેરીત કરેલા
આ ભરતી મેળા મા ધોરણ ૮ પાસ થી કોલેજ સુધીના બેરોજગાર યુવાનોને ઇન્ટરવ્યુ લઇ સ્થળ ઉપરજ અપોઈન્ટમેન્ટ લેટર આપેલા
જેમા સાંતલપુર તાલુકા ના ૧૧ ગામો ના ૪૦ રાધનપુર તાલુકાના ૧૯ ગામો ના ૭૦ સમી તાલુકા ના ૨૮ ગામો ના ૬૦ અને શંખેશ્વર તાલુકા ના ૨૨ ગામોના ૭૦ યુવાનો મલી કુલ ૮૦ ગામ ના ૫૦ જેટલા બહેનો સાથે કુલ ૨૪૦ યુવાનો યે આ ભરતી મેળામાં હાજરી આપેલ  જેમાંથી ૯૯ યુવાનોને ને સ્થળ પરજ ઓફર લેટર આપેલા અને ૭ દીવસ મા નોકરી પર હાજર થવા જાણ કરેલ,આ ભરતી મેળા નુ આયોજન જીલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા કરવામા આવેલ જેમા સહયોગી સંસ્થા રીલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા યુવાનોને પ્લેટફોર્મ પુરૂ પાડેલ 
વેલ્સપન ઇન્ડિયા પ્રા,લી કંપની ના અધિકારી  શ્રી મોતીભાઈ મકવાણા દ્વારા હાલમા પણ પાટણ જીલ્લાના અન્ય તાલુકાઓમા ભરતી મેળાઓ ચાલુ છે જેમા તમામ તાલુકા ના યુવાનોને હાજર રહી રોજગારી પ્રાપ્ત કરવા આહવાહન કરેલ.

Tags :