ભોયણ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં સાતને ઇજાઓ

ડીસા :બનાસકાંઠા જીલ્લામાં વધતી જતી અકસ્માતોની ઘટના વચ્ચે વધુ એક અકસ્માત ભોયણ નજીક સર્જાયો છે. બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક અને કાર ચાલક સહિત રાહદારીઓને પણ ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત બનતા ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું.
બનાસકાંઠા જીલ્લામાં વિધ્યાર્થીઓના માથે સામત આવી હોય તેમ વારંવાર અકસ્માતની ઘટનાનો ભોગ બની રહેલા વિધ્યાર્થીઓ વધુ એક અકસ્માતનો ભોગ બન્યા છે. ડીસા પાલનપુર હાઇવે પર બનેલી વધુ એક અકસ્માતની ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઘટનાની વધુ વિગત પર નજર કરીએ તો આજે બપોરના સમયે પાલનપુર તરફથી આઈ ટેન કાર આવી રહી હતી. તે દરમ્યાન ભોયણ ગામ નજીક એક મોટર સાયકલ હાઇવે ક્રોસ કરી રહ્યું હતું. તે સમયે અચાનક કારઆવી જતાં કારની ટક્કર વાગતા બાઇક ચાલક હવામાં ફાંગોળાઈ ગયા હતા. જેથી બાઇક પર સવાર બે શખ્સોને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ કાર ચાલકે કાર પર કાબૂ ગુમાવતાં કાર ચાલકે કારને લઈ હાઇવેની બાજુમાં આવેલા બસ સ્ટોપ પર ઉભેલા શાળાના વિધ્યાર્થીઓને અડફેટમાં લઈ લીધા હતા. જેમાં બે વિધ્યાર્થીઓને ઇજા પહોંચી છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે શખ્સો અને બે વિધ્યાર્થીઓ શિવાય ગાડીમાં સવાર અન્ય ત્રણ જણને ગંભીર ઇજાઓ પહોંચી છે.. ઇજાગ્રસોને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોમાં ગાડીનો ચાલક કમલેશભાઈ ભૂતડીયા, મૂળીબેન ભૂતડીયા અને અન્ય એક નાનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. જ્યારે બાઇક પર સવાર નરેશ ઠાકોર અને જગદીશ ઠાકોરને ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત આ ઘટનામાં બસ સ્ટોપ પર ઉભેલા અલ્પેશ ઠાકોર અને ચેહરાજી ઠાકોર ઇજાગ્રસ્ત થયા છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.