02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચાણસ્મા અને બહુચરાજી તાલુકાના ખેડૂતો સાધન-સામગ્રીથી વંચીત : ખેડૂતોની ૩ હજાર ઓનલાઈન અરજીઓ હજુ પણ પેન્ડીંગ

ચાણસ્મા અને બહુચરાજી તાલુકાના ખેડૂતો સાધન-સામગ્રીથી વંચીત : ખેડૂતોની ૩ હજાર ઓનલાઈન અરજીઓ હજુ પણ પેન્ડીંગ   01/07/2019

 ચાણસ્મા : રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તાડપત્રી, દવાનો પંપ, ટ્રેક્ટર તેમજ ખેત વપરાશના ઓજારો સહિતની સાધન સામગ્રી આપવા મે-ર૦૧૯ દરમ્યાન ખેડૂતો પાસે થી ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.જે અંતર્ગત ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં આશરે ત્રણ હજાર કરતાં પણ વધારે આવેલ અરજીઓ બાબતે હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં ન આવતાં આ બંન્ને તાલુકાઓના અરજદારોમાં ભારે રોષની  લાગણી જાવા મળી રહી છે.
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોની આવકમાં બમણો વધારો કરવા તેમજ ખેતી વિષયક ખેડૂતોને  પુરુ માર્ગદર્શન મળી રહે તે માટે આધુનિક પધ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય તે માટે કૃષિ મેળાના આયોજન પાછળ રાજ્ય સરકાર અઢળક ખર્ચ કરે છે. ચાલુ વર્ષ દરમ્યાન ખેડૂતોને પચ્ચાસ ટકા સબસીડીની સહાય થી ખેતીના ઓજારો તેમજ તાડપત્રી અને દવાના પંપ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. આવેલ અરજદારો ને સમયસર આ લાભ પહોચાડવામાં કૃષિ વિભાગ નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. એક અંદાજ મુજબ ચાણસ્મા-બહુચરાજી તાલુકામાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યા ત્રણ હજાર કરતાં પણ વધારે થવા જાય છે. આ બંન્ને તાલુકામાં તબક્કાવાર ઓન લાઈન ડ્રો કરી લાભાર્થીઓને આ સહાય પહોચાડવામાં આવી રહી છે. હાલ ચોમાસાની ઋતુમાં વિવિધ પાકોમાં દવા છંટકાવ કરવા તેમજ તાડપત્રી અને ટ્રેક્ટર સહિત ખેતીના ઓજારો સહિત અત્યંત જરૂરિયાત છે ત્યારે આવેલ અરજીઓ માંથી માંડ રપ ટકા જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. અને બધીજ અરજીઓના નિકાલ પાછળ ક્યારે નિર્ણય લેવાશે તે નક્કી નથી. સીઝન પતી જાય પછી ખેડૂતો સુધી સરકારી  યોજનાનો લાભ મળે તે યોગ્ય નથી. વાસ્તવમાં કૃષિ વિભાગ દ્વારા સહાયની ઓનલાઈન અરજીઓ જા વહેલા લેવામાં આવતી હોયતો ખેડૂતોને  સરકારની તમામ સહાય પહોચી શકે તેવું ખેડૂતોનું માનવું છે.
કૃષિ વિભાગ દ્વારા જે તે જીલ્લામાં અરજીઓના સમયસર નિકાલ માટે ગ્રાન્ટની રકમ આવેલ અરજીઓ પ્રમાણે પુરેપુરી ફાળવવામા આવે અને સાથે જ ખેડૂતોએ જે પ્રકારે સાધન મેળવવા સહાય માગી હોય તેવા સાધનો નો સ્ટોક પણ  એક સાથે પુરો પાડવામાં આવે તો સાચા અર્થમાં ખેડૂતો સુધી સહાયની રકમ ખેડૂતો સુધી પહોંચી શકે.

Tags :