02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં જીલ્લા કક્ષાનો ચિલ્ડ્રન વર્કશોપ યોજાયો

પાટણમાં જીલ્લા કક્ષાનો ચિલ્ડ્રન વર્કશોપ યોજાયો   03/07/2019

પાટણ : ગુજરાત રાજ્ય લલિત કળા અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી પાટણ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે જીલ્લા કક્ષા ચિલ્ડ્રન વર્કશોપનું આયોજન તા.રપ-૬-૧૯ થી ર૯-૬-૧૯ દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ નગરની જીલ્લા પંચાયત હસ્તકની ૧ર અને પ્રાઈવેટ ૧૧ મળી કુલ ર૩  શાળાઓના ૧ર૦ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને પાંચ દિવસ ચાલેલા વર્કશોપમાં વિવિધ વિષયો ઉપર ચિત્રો દોરી રંગપૂર્ણી કરવામાં આવી હતી. આ વર્કશોપમાં  બાળકોને જીલ્લા રમત ગમત અધિકારી કચેરી પાટણ દ્વારા ચિત્ર દોરવા માટેની અને રંગપૂરવા માટેની કિટ આપવામાં  આવી હતી. તથા બાળકોને ચા નાસ્તાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. તથા ભાગ લેનાર અને એકથી ૧૦ નંબર વિજેતા સ્પર્ધકોને તથા ભાગ લેનાર તમામને ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ વર્કશોપના તજજ્ઞ તરીકે કુરેખાબેન હિંડોયા અને નંદીતા બેન એ સેવા આપી હતી.આ વર્કશોપનું દિપ પ્રાગટ્ય કરી  વિરેન્દ્ર પટેલ જીલ્લા રમત ગમત અધિકારી પાટણ અને તાલુકા વિકાસ અધિકારી મકવાણા એ ઉદ્‌ઘાટન કર્યું હતું.
જ્યારે સમાપન અને ઈનામ વિતરણ કાર્યક્રમ વિરેન્દ્ર પટેલ જીલ્લા રમત ગમત અધિકારી  અને મહેન્દ્રભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપÂસ્થત રહી વિજેત સ્પર્ધક અને ભાગ લેનાર  વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતાં.

Tags :