તેનીવાડા હાઇવે ઉપર કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત ઃ એકને ઇજા

વડગામ તાલુકાના છાપી નજીક આવેલા તેનીવાડા હાઇવે ઉપર બુધવારે બપોરે એક કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થતાં કાર મા સવાર એક ઈસમ ને સામાન્ય ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માત સર્જી વાન નો ચાલક ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર - સિધ્ધપુર હાઇવે ઉપર તેનીવાડા નજીક પાલનપુર થી સિધ્ધપુર તરફ જતા પિકઅપ વાનના ચાલકે અચાનક હાઇવે ઉપર બ્રેક મારતા પાછળ આવતી કાર ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર અહમદભાઈ ગુલામ રસુલ માળવીયા રહે. રસુલપુરા તાલુકો સિધ્ધપુરને હાથ તેમજ પાસળીના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે પિક અપ વાન પલટી ખાઈ ગઈ હતી અને કારના આગળના ભાગે ભારે નુકશાન થયું હતું. ઘટના બાદ વાનનો ચાલક વાન મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ ટ્રાંફિક જામ થયો હતો દરમિયાન છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાંફિકને રાબેતા મુજબ કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.