ભાજપ માટે બનાસકાંઠામાં આફત : ભાજ્પનાં પુર્વ ધારાસભ્ય હજારો કાર્યકરો સાથે આવતીકાલે રાજીનામું આપશે

બનાસકાંઠામાંથી ભાજ્પનાં પુર્વ ધારાસભ્ય હજારો કાર્યકરો સાથે આવતીકાલે રાજીનામું આપશે, દાંતા વિધાનસભાનાં પુર્વ ધારાસભ્ય વસંત ભટૉળ ભાજ્પની નીતિ સામે રોષ વ્યકત કરી આવતીકાલે કૉંગ્રેસમા જોડવાનો નિર્ણય લીધો છે. જોકે પુર્વ ધારાસભ્યનાં પિતા કૉંગ્રેસમા લોકસભાનાં ઉમેદવાર જાહેર થઈ ચુક્યા છે.
 
કૉંગ્રેસનાં ગઢ ગણાતા બનાસકાંઠામા હવે કૉંગ્રેસ વધું મજબૂત બની સકે છે. ભાજ્પનાં દાંતા વિધાનસભામા 2009મા ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટૉળએ ભાજ્પમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લેતા બનાસકાંઠામા રાજકીય ભૂકંપ આવી જવા પામ્યું છે. વસંત ભટૉળ ધારાસભ્ય રહ્યાં બાદ બીજી વખત ભાજપે તેમની ટીકીટ કાપી દીધી હતી અને હાસિયામા ધકેલી દીધાં બાદ તેમનાં પિતા પાસેથી બનાસ ડેરી પણ છીનવી લીધી જોકે બાદમા પુર્વ ધારાસભ્ય વસંત ભટૉળ અને તેમની પિતાની સતત ભાજ્પમા અવગણના થતી હતી જોકે હાલ લોકસભાનાં ઉમેદવાર તરીકે પુર્વ ધારાસભ્યનાં પિતાને ટીકીટ મળતાં અને પાર્ટીથી નારાજ વસંત ભટૉળએ રાજીનામું આપવાનો ચીમકી ઉચ્ચારી છે. જોકે પુર્વ ધારાસભ્ય અને યુવા નેતા વસંત ભટૉળએ ભાજ્પ પર આકરા પ્રહારો કર્યા હતાં. સાથે લોકસભામા કૉંગ્રેસનાં ઉમેદવારને જીતડવાનૉ વિશ્વાસ વ્યકત કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.