ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ? જાણો વિગત ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે આજથી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ડીસામાં ૭.૫ ડિગ્રી નોંધાઈ હતી.