02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / પાટણ અને મહેસાણા જિલ્લામાં મહિલા સરપંચના પતિદેવો દ્વારા ચલાવાતો વહીવટ

પાટણ અને મહેસાણા જિલ્લામાં મહિલા સરપંચના પતિદેવો દ્વારા ચલાવાતો વહીવટ   11/08/2018

 પાટણ અને મહેસાણા જિલ્લામાં મહિલા  સરપંચના પતિદેવો દ્વારા ચલાવાતો વહીવટ 
 
ચાણસ્મા 
ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશીમાં બેસીને મહિલા સરપંચોની જગ્યાએ તેમના પતિદેવો વહીવટ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયતના રોજમેળ, ઠરાવ બુક તેમજ નાણાકીય લેવડદેવડની ચેકબુકમાં પણ પત્નીના નામે સહીઓ કરી સમગ્ર ગ્રામ પંચાયતનો વહીવટ હાલમાં ચલાવવામાં આવી રહ્યો છે. તેવી ગંભીર પ્રકારની ફરિયાદ પાટણ અને મહેસાણા જિલ્લામાં થઈ રહી હોવાથી રાજ્યના પંચાયત ખાતા દ્વારા જરૂરી પત્રવ્યવહાર કરી તેનો યોગ્ય અમલ કરવા સંબંધિત તમામ તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે અને જા તેનું યોગ્ય પાલન ન થાય તો જવાબદાર સરપંચ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.  પાટણ/ મહેસાણા જિલ્લામાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ અન્વયે પ૦ ટકા ગ્રામ પંચાયતોમાં સ્ત્રી અનામતને કારણે મહિલા સરપંચ અને મહિલા સભ્યો ચુંટાય છે. આજ પ્રમાણે તાલુકા / જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પણ પ૦ ટકા †ી અનામત જગ્યા ભરવામાં આવે છે. પરંતુ મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલી મહિલા સરપંચ તથા મહિલા સભ્યના પતિદેવો તથા તેમના પ્રતિનિધિઓ અન અધિકૃત રીતે ગ્રામ પંચાયતની ખુરશીઓમાં બેસી વહીવટ કરતા હોવાની ફરિયાદો સંકલનની મીટીંગોમાં અવારનવાર થતી રહે છે. ગામડાઓમાંથી પણ આવી વ્યાપક ફરિયાદો જિલ્લા અને રાજ્યકક્ષાના પંચાયત વિભાગમાં થતા સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. 
જાણવા મળે છે તે મુજબ ગ્રામ પંચાયતની મીટીંગમાં ચુંટાયેલા સરપંચની હાજરી મોટાભાગે હોતી નથી. પંચાયતના સદસ્યોમાં મહિલાની જગ્યાએ તેમના પતિદેવો મીટીંમાં હાજરી આપે છે. ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર પણ હોદ્દેદારોની જગ્યાએ તમામ દસ્તાવેજી કાગળો તેમજ નાણાકીય લેવડ દેવડમાં સરપંચની જગ્યાએ તેમના પતિદેવો સમગ્ર કારોબાર સંભાળે છે. ભવિષ્યમાં નાણાંકીય લેવડદેવડના ઉચાપતના કિસ્સાઓ ઉજાગર થાય ત્યારે તેને સાબીત કરવા માટે અઘરૂ પડી જાય છે.

Tags :