ધાનેરા તાલુકાની લિબડીયા શાળામાં બાળકો અભ્યાસ માટે નહીં આવે

પીવાના પાણીની માગણી કરી રહેલા ગ્રામજનોની રજુઆત શાળામાં અભ્યાસ કરતા બાળકોને પહેલા પીવાના પાણીની વ્યવસ્થા કરી આપો નહિ તો શાળાને તાળાબંધી થશે
 
ધાનેરા તાલુકાના શિયા ગામે આવેલ ૩૦૦ પરિવારનો વિસ્તાર લિબડીયા પરા પીવાના પાણી માટે લડત ચલાવી રહ્યો છે. આ ગ્રામજનો નથી તો કેનાલ માંગી રહ્યા કે નથી પાણીનું વહેણ પરંતુ માત્ર સ્થાનિક લોકો તેમજ પશુઓને પીવા માટે સમયસર પાણી મળી રહે તેવી રજુઆત લોકો કરી રહ્યા છે.
 
હાલ આકરા ઉનાળાના દિવસો ચાલી રહ્યા છે.જયારે આગામી ૧૦ જૂનના રોજ નવા સત્રથી ચાલુ થતી શાળાઓને લઈને હાલ પ્રાથમિક શાળામા પ્રવેશ મહોત્સવની તૈયારી ચાલી રહી છે. કહી શકાય કે ગુજરાતની તમામ શાળા સંકુલ ૧૦ જૂન સોમવારના રોજ ખુલશે અને બાળકો અભ્યાસ માટે શાળા એ દોડતા આવશે. જો ધાનેરા તાલુકાના શિયા ગામથી ૨ કિમિ આવેલા લિબડીયા પરા વિસ્તારમા આવેલી શાળા તો ખુલશે પરંતુ શાળાએ એક બાળકો નહિ હોય આવું ગ્રામજનો કહી રહ્યા છે.
 
હાલ લીંબડીયા પરા વિસ્તારના લોકો છેલ્લા ૧ વર્ષથી પીવાના પાણી માટે તંત્ર સામે લાચાર બની માગણી કરી રહ્યા છે. જો કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જલ્દી કામ થઈ જશે આવું આશ્વાસન આપી રહ્યા છે. જયારે તાજેતરમા બનેલી સુરતની આગની હોનારતમા ૨૨ બાળકોના કરુણ મોત થયા હતા. અને આ બનાવ પછી ઊંચાઈ સીડી ધરાવતું ફાયર આવી ગયું હતું.આવુ જ લિબડીયા પરા વિસ્તારમા પણ થઈ રહ્યું છે. પીવાના પાણીને લઈને કોઈ મુશ્કેલી ઉભી ના થાય એ પહેલાં ધાનેરા પાણી પુરવઠા વિભાગ કામ કરે આવી માગણી લોકો કરી રહ્યા છે.
 
લિબડીયાપરા વિસ્તારના શિક્ષિત યુવાનો પણ બાળકોનું ભાવિના બગડે તે માટે બે હાથ જોડી શાળાના બાળકો માટે પાણી માંગી રહ્યા છે.અને જો શાળામા પાણી નહિ હોય તો કોઈ માતા પિતા બાળકને શાળા એ પણ મૂકશે નહિ આ વાસ્તવિક પણ કેમેરા સામે યુવાને વ્યક્ત કરી હતી.  (રાઠોડ અરવિંદસિંહ)
 
લિબડીયાપરા વિસ્તારમા આવેલી શાળા પણ ૧૦ જૂનથી શરૂ થઈ રહી છે. શાળા એ આવતા નાના ભૂલકાંઓ તંત્રની લાપરાવહીના લીધે તરસે ના મરે તે માટે વહેલી તકે પીવાના પાણી ની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે લોકો અરજ કરી રહ્યા છે. શાળામા બે બે પાણીની ટાંકી છે. પણ ઘણા સમયથી પાણીના આવતા શાળાની ટાંકીના નળ પણ સુખા પડ્‌યા છે. જો સત્વરે પાણી નહીં મળે તો શાળાને બંધ રાખવાની વાત પણ સ્થનિક લોકો કરી રહ્યા છે. (રાજપૂત માનાભાઈ, સ્થનિક)
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.