02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘ મધ્યે તપાગચ્છાધિપતિ પ.પૂ.પ્રેમસૂરિ મ.સા.નો ૮૮ મો દિક્ષાદિન ઉજવાયો

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘ મધ્યે તપાગચ્છાધિપતિ પ.પૂ.પ્રેમસૂરિ મ.સા.નો ૮૮ મો દિક્ષાદિન ઉજવાયો   04/08/2018

 અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘ મધ્યે તપાગચ્છાધિપતિ પ.પૂ.પ્રેમસૂરિ મ.સા.નો ૮૮ મો દિક્ષાદિન ઉજવાયો
 
 
અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના ઉપક્રમે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.નો ૮૮ મો દિક્ષા દિન ચારિત્ર વંદનાવલી સાથે ઉજવાઈ આ પ્રસંગે પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.ભ. રત્નશેખર વિ.મ.સા.શિષ્યરત્ન પૂ.મુનિ નયશેખર વિ.મ.સા. બાલમૃતિ શૌર્યશેખર વિ.મ.સા. આદિ ઠાણા તથા પૂ.સા. ઋજુપ્રજ્ઞાશ્રીજુ મ.સા. આદિઠાણાની પાવન નિશ્રામાં ચારિત્ર વંદનાવલી યોજાઈ હતી. સવારે ૯ઃ૩૦ કલાકે તપા ગચ્છાધિપતિ પ.પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના જીવન ઉપર પ્રવચન યોજાયેલ સાથે સાથે સંગીતના સથવારે ચારિત્ર વંદનાવલી યોજાઈ હતી. પૂ.મુનિ નયશેખર વિ.મ.સા.જણાવ્યું હતું કે પૂજ્યશ્રી પ્રતિભાસંપન્ન આત્મજ્ઞાની વિશિષ્ઠ વ્યવહાર કુશળ સમયજ્ઞ મહાપુરૂક્ષ, વચન સિદ્ધ, પ્રખ્યાત પ્રભાવી, સ્નેહ મૂર્તિ, પ્રશાન્ત મૂર્તિ, ધર્મ ધ્રુવ તારક, સંઘ એકતા શિલ્પી, વાત્સલ્ય મૂર્તિ શાસન  પ્રભાવક સદાયે હસમુખા સ્વાભાવવાળા હતા.
મૂળ રાજસ્થાનના મજલ દુનારા નિવાસી લુંકડ ગોત્રીય સંપ્રતિ મહારાજના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી પ્રતાપચંદજી અને માતૃશ્રી રતનબહેન વસ્યા પહેલા ગુજરાતમાં મહેસાણા આવીને વસ્ય હતા. નાના હતા ત્યારે તેમના  ગુરૂદેવ પૂજ્ય વૈરાગ્ય વારિધી વર્ધમાન આયંબિલ તપોનિધિ, કાંકરેજ દેશોદ્વારક આચાર્ય દેવ શ્રીમદ્‌ વિજય ભÂક્ત સૂરીશ્વરજી મ.સા. બાળકોની ધાર્મિક પરિક્ષા લેવા મહેસાણા પધાર્યા ત્યારે એ ઝવેરીએ આ ‘હીરા’ ને પારખી લીધો. પ્રથમ  અષાઢ વદિ તા.૪/૪/૧૯૩૧ ના દિવસે દિક્ષા થઈ. 

Tags :