02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / દેથલી પ્રતાપગઢ રોડ પર છોટાહાથી ઉથલી પડતાં ૧ નું મોત અને ૮ ને ઈજા

દેથલી પ્રતાપગઢ રોડ પર છોટાહાથી ઉથલી પડતાં ૧ નું મોત અને ૮ ને ઈજા   31/05/2019

ચાણસ્મા : બહુચરાજી તાલુકાના દેથલી - પ્રતાપગઢ રોડ પર આકબા ગામેથી મુસાફરો ભરીને બેચરાજી જતું છોટહાથી અચાનક ઉથલી પડતાં ૧ નું મોત અને ૮ ને ઈજાઓ થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે બેચરાજી સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. બેચરાજી સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. ૮ ઈજાગ્રસ્તો પૈકીના ૪ વધુ ગંભીર અને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. મોત પામનાર વ્યÂક્તની અજાણી હોવાના કારણે તેનો મૃતદેહ ઓળખી શકાયો નથી. 
ઈજાગ્રસ્તોની યાદી  હંસાબેન બાબુલાલ પટેલ (રહે.આકબા), ભગવતીબેન દેવજીભાઈ પરમાર (રહે.આકબા), વસીબેન બળદેવભાઈ (રહે.બરીયફ), રશ્મીબેન ચીરાગભાઈ નાયી (રહે.દેથલી), જશીબેન જગાભાઈ રાવળ (રહે.દેથલી), હેતલબેન અમરતભાઈ (રહે.દેથલી), સોનબાબેન રમણભાઈ (રહે.દેથળી), ચંપાબેન અમરતલાલ સોલંકી (રહે.દેથલી) 

Tags :