સુરતમાં પેસેન્જર ભરેલી બ્રેક ફેલ બસ લઇને ડ્રાઇવર દારૂ લેવા ગયો, પીધા ભેગી અથડાવી

સુરતઃ ભીમપોર બસ સ્ટેન્ડ પાસે સીટી બસના ચાલકે દારૂના નશામાં બસ સ્ટોપ પાસે બસને બાંકડા સાથે અથડાવી દીધી હતી. સદનસીબે કોઈ ઈજા જાનહાનિ થઈ ન હતી. જે જગ્યાએ બસ અથડાવી દીધી તે જગ્યા ડેઈલી સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો બેઠા હોય છે. સ્થાનીકો દ્વારા મળતી માહિતી અનુસાર સિટી બસના ચાલક સુરતથી બસમાં પેસેન્જરો લઈને ભીમપોર આવ્યો હતો.
 
રસ્તામાં કુવાડા પર બસની બ્રેક ફેઇલ થઈ હોવા છતાં તે બસને જાનના જોખમે લઈને આવ્યો હતો. ભીમપોર બસ સ્ટોપ પર પેસેન્જરોને ઉતારી બસ પાર્ક કરીને તે સીધો ભીમપોરમાં દારૂ પીવા માટે જતો રહ્યો હતો. અડ્ડા પર ચિક્કાર દારૂ પીને ચાલક ત્યાંથી 5 દેશી દારૂની પોટલી સાથે લઈ આવ્યો હતો. બસમાં સીટની નીચે દારૂની પોટલી મુકી ડ્રાઈવર ધરૂ માનસીંગ મેડા (ઉ.વ.45,રહે,બીઆરટીએસ ડેપો,અડાજણ, મૂળ રહે, દાહોદ-ગોધરા)એ બસને ટર્ન મારવા જતા બાંકડા સાથે બસ અથડાવી દીધી હતી. સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. લોકોના ટોળા એકત્ર થતા ડુમસ પોલીસ દોડી આવી હતી, જેથી પોલીસે બસને પોલીસ સ્ટેશને લાવી ચાલકની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલમાં લઈ જવાયો હતો. બસમાંથી 5 દેશી દારૂની પોટલી પણ પોલીસે કબજે કરી હતી.
 
બસનો ચાલક ભીમપોરમાં દારૂનો નશો કરી સાથે 5 દેશી દારૂની પોટલી બસમાં લઈને આવ્યો હતો. ચાલકે કયા અડ્ડા પર દારૂ પીધો તે બાબતે ડુમસ પોલીસે તપાસ કરી બુટલેગર સામે પણ કાર્યવાહી કરવાની જરૂર છે.
 
  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.