02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / આજથી ટોલનાકાઓ ઉપર અમલી બનનાર ફાસ્ટટેગનો અમલ પખવાડીયા સુધી સ્થગિત

આજથી ટોલનાકાઓ ઉપર અમલી બનનાર ફાસ્ટટેગનો અમલ પખવાડીયા સુધી સ્થગિત   01/12/2019

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર દેશમાં પહેલી ડિસેમ્બરથી ફાસ્ટ ટેગ ની સુવિધા અમલી બનનાર હતી.દેશના તમામ ટોલટેક્સ પર લાગુ થનાર હતી પરતું પ્રશાસન દ્વારા વાહનચાલકોને પૂરતી માહિતી ઉપલબ્ધ થઈ નથી.જેથી લઈ વાહનચાલકો પણ અવઢવમાં રહેલા હતા ત્યારે સરકાર દ્વારા ફાસ્ટ ટેગના અમલીકરણની  તારીખ લંબાવવામાં આવી છે.જેને લઇ  વાહન ચાલકોમાં મોટો હાસકારો  જોવા મળી રહ્યો છે.વાહનચાલકોને ફાસ્ટેંગ ની પૂરતી જાણકારી મળી રહે ત્યારબાદ લાગુ કરવામાં તેવી પણ એક માંગ રહેલી હતી ત્યારે સરકાર દ્વારા આગામી ૧૫મી ડિસેમ્બર સુધી ફાસ્ટ ટેગ ની તારીખ લંબાવામાં આવી છે. પહેલી ડિસેમ્બરથી દરેક વાહન ચાલકોના ડાબી બાજુના સ્કીન ઉપર ફાસ્ટેગનું નાનું ટેક લગાવવાનું હતું અને જેના  લીધે ટોલ ટેક્સ વસૂલ કરવામાં ટોલનાકા ઉપર ખૂબ જ સરળતા રહેતી હોવાથી વાહન ચાલકોની લાઇનો ઉપરાંત ઈંધણ ખર્ચમાં પણ ફાયદો થવાની શક્યતાઓ રહેલી હતી.પરંતુ વાહન ચાલકોની પૂરતી સમજણના અભાવે ફાસ્ટ ટેગનો નિયમથી વાહન ચાલકોની મૂંઝવણ વધારી દીધી હતી. પરંતુ સરકાર દ્વારા ૧૫ ડીસેમ્બર સુધી વાહનચાલકોને રાહત આપી છે ત્યારબાદ વાહનચાલકો પાસેથી ફાસ્ટ ટેગ વિના ડબલ ટોલ ટેક્ષ લેવામાં આવનાર છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ૧૫મી ડીસેમ્બર થી આનો અમલ કેવી રીતે થાય છે

Tags :