સુરતમાં કરોડોની સંપત્તિ છોડીને બનાસકાંઠાના મહેતા પરિવારના ચાર સભ્યો સંયમના માર્ગે

ગુજરાત
ગુજરાત

સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. આગામી . 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના ચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર  થશે.   મૂળ બનાસકાંઠાના સુઈગામના વતની અને હાલમાં સુરતમાં અડાજણ વિસ્તારમાં રહેતા પોતાના જીવનના વીસ વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.  વિજય મહેતા હીરાના વેપારી છે, અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા, પરંતુ 6 વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનુ ઓછુ કરી દીધુ હતુ. કારણ કે તે સમયે તેમને લાગ્યુ હતુ કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી? .     પરિવાર માને છે કે, સાંસારિક જીવનમાં કઈ રાખ્યું નથી, માત્ર આ જીવન નરક છે અને સાચું સુખ સંયમમાં છે. એટલે પોતે  સંયમના માર્ગે જેણે લોકોને જીવનનો હોરર શો બતાવા જઈ રહ્યાની વાત કરી હતી. પોતાના જીવનમાં અનેક સુખ જોયા છે, કરોડો રૂપિયા કમાયા બાદ હવે સાચા સુખ માટે પરિવાર સાથે આ હીરા વેપારી દીક્ષા લેવા જઈ રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.