02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વેપારીઓને રૂ.10 લાખનો વીમો, ખેડૂતોની જેમ વેપારી ક્રેડિટ કાર્ડ યોજના લાવીશું : મોદી

વેપારીઓને રૂ.10 લાખનો વીમો, ખેડૂતોની જેમ વેપારી ક્રેડિટ કાર્ડ યોજના લાવીશું : મોદી   20/04/2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના તાલકટોરા મેદાનમાં રાષ્ટ્રીય વેપારી સંમેલનને સંબોધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ 23 મેના રોજ બીજી વખત સતામાં આવ્યા બાદ વેપારીઓ માટે ખેડૂતોની જેમ વેપારી ક્રેડિટ કાર્ડ યોજના લાવશે. જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ વેપારીઓને 10 લાખ રૂપિયાનો અકસ્માત વિમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. વડાપ્રધાને વાયદો કર્યો કે તેમની સરકાર વેપારીઓ માટે કલ્યાણ બોર્ડ બનાવશે.
 
તેમણે કહ્યું કે વેપારીઓએ હમેશાં દેશ બાબતે વિચાર્યું છે. દેશના વેપારીઓના કારણે જ ભારતને પહેલા સોને કી ચિડિયાનું ઉપનામ આપવામાં આવતું હતું. મોદીએ કહ્યું- આઝાદી બાદ કોંગ્રેસના શાસનમાં વેપારીઓને લઈને ધારણા બની હતી કે દેશમાં જે પણ કઈ ગોટાળા થઈ રહ્યાં છે, તે માત્ર વેપારીઓને કારણે થઈ રહ્યાં છે.વડાપ્રધાને કહ્યું- વાસ્તવિકતા તો એ છે કે મારા દેશના સામાન્ય વેપારીઓ તો મોંઘવારીનો બેવડો માર સહન કરે છે. એક તો એ કે તે પોતે ઘરનું બજેટ બનાવે છે તો મુશ્કેલી થાય છે. બીજું મોંઘવારીના કારણે લોકોના બધા પૈસા મુખ્ય જરૂરિયાતો પુરી કરવામાં ખર્ચ થઈ જતા હતા તો દુકાનદારોના વેપારમાં ઘટાડો થતો હતો. તેની અસર વેપારી સમાજ પર પડે છે. મોંઘવારી કન્ટ્રોલમાં હોય છે તો ખિસ્સામાં પૈસા હોય છે અને ત્યારે બજારમાં લોકો વાપરે છે અને વેપાર તેજીથી વધે છે.મોદીએ કહ્યું- પહેલા દેશમાં કારોબારીઓને જંગલના કાયદા અને કાયદાના જંગલ.. બંને સામે લડવું પડતું હતું. 2014માં જયારે તમે મને બોલાવ્યો હતો, ત્યારે હું વડાપ્રધાન ન હતો. તે વખતે લોકો મારી સભામાં આવતા ડરતા હતા કારણ કે તેમને ઈન્કમ ટેક્સની રેડ પડવાનો ભય સતાવતો હતો. પ્રથમ વાર આ મંચ પર એક વાત કહેવામાં આવી હતી કે દેશમાં એવી સરકાર છે, જે નવા-નવા કાયદા બનાવવાનું કામ કરે છે. મે કહ્યું હતું કે હું આવીશ તો દરેક દિવસે એક નવા કાયદાને હટાવીશ.

Tags :