લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશઃ છ શખસની ધરપકડ

અમદાવાદ: રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હેરાફેરી પર પોલીસની કડક વોચ હોવાથી હવે બુટલેગરો દારૂને લાવવા નવી તરકીબ અને વેચવા નકલી દારૂ પણ બનાવે છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરિયસ કારમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે લિંબાયતમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવાનું એક કારખાનું ઝડપી પાડ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાની સૂચનાથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દારૂના જથ્થો આવવાનો હોવાની બાતમીના આધારે કેબલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.બાતમી વાળી ૮ જેટલી લક્ઝુરિયસ કાર અવતાં પોલીસે રોકી હતી. છ જેટલા આરોપીમાંથી બે આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે ૧૨ લાખથી વધુનો દારૂનો જથ્થો પકડાયો હતો. પોલીસથી બચવા દારૂ ભરેલી છ કારની સાથે બે કાર પાઈલોટિંગ કરતી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મુદ્દામાલ સાથે પરેશ ઉર્ફે મકો શનાભાઇ ચૌહાણ(ઉ.વર્ષ.૩૬, રહે. એ/૧૩,ગીતાંજલિ એપાર્ટમેન્ટ જલારામ મંદિર સામે કારેલી બાગ,વડોદરા), વિકાસ હર્ષદરાય મંડોરા(ઉ.વર્ષ.૩૫, રહે., ૧૨૮, વાડી, ભાટવાડ ટાવર, વડોદરા), કલ્પેશ પ્રમોદભાઇ બારોટ (ઉ.વર્ષ.૩૮, રહે. વાડી, ભાટવાડ, વડોદરા), પ્રદીપ મહેન્દ્રભાઇ ગાંધી(ઉ.વર્ષ.૩૦, રહે. ૫૬૦, ધોળી કૂઇ બજાર,ભરૂચ), દીપક નટવરભાઇ માછી(ઉ.વર્ષ.૪૫,રહે. રાજપીપળા, મચ્છી માર્કેટ), સુનીલકુમાર પંઢરીનાથ દીક્ષિત(ઉ.વર્ષ.૪૧, રહે.પંડયા પોળ, ચકલાસી , તા.નડિયાદ)ની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આ દારૂનો જથ્થો કોનો છે ? ક્યાંથી કયાં લઈ જવાઇ રહ્યો હતો. તેમજ ક્યા બુટલેગરનો છે? તે દિશામાં તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેમિકલ અને પાણી ભેળવી ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે પોલીસે ઘરમાંથી ૩૦૦ લિટર કેમિકલ, ૩૦૦ ખાલી બોટલો, સ્ટીકરો અને બોટલના બૂચ પણ કબજે કર્યા હતા.

પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે કે, આરોપી કેટલા સમયથી ડુપ્લિકેટ દારૂ બનાવતો હતો અને કેટલી જગ્યાએ આ ડુપ્લિકેટ દારૂ વેચાણ કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા કેમિકલ અને પાણી ભેળવી ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. અને પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.