02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસના "અચ્છે દિન" ભાજપનો સફાયો ભાજપનું કોંગ્રેસમુકત ભારતનું સપનુ રોળાયું

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસના "અચ્છે દિન" ભાજપનો સફાયો ભાજપનું કોંગ્રેસમુકત ભારતનું સપનુ રોળાયું   11/12/2018

 
 
 પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જોતા ભાજપના વળતા પાણીની શરૂઆત થઈ છે તો કોંગ્રેસ માટે અચ્છે દિનની શરૂઆત થઈ છે. ભાજપે કોંગ્રેસમુકત ભાજપનું જોયેલ સપનુ રોળાયું છે. કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે  અને ભાજપ વચ્ચે બારબરની ટક્કર જામી છે. તેલંગણામાં ટીઆરએસએ સપાટો બોલાવી દીધો છે અને મિઝોરમમાં એમએનએફનો વિજય વાવટો ફરકયો છે. પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોના પ્રારંભિક ટ્રેન્ડે કેન્દ્રની મોદી સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી છે. મતદારોએ મોદી સરકારની નોટબંધી, જીએસટી, ખેડૂતોની નારાજગી, રીઝર્વ બેન્કનો ડખ્ખો, ન્યાયપાલિકાનો વિવાદ, પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોના મામલે નારાજગી વ્યકત કરી કોંગ્રેસની તરફેણ કરી હોવાનું જણાય છે. હવે ભાજપે હવે આત્મચિંતન કરવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલા ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી ગઈ છે. મધ્યપ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ જણાય રહ્યા છે જ્યારે તેલંગણામાં ટીઆરએસએ બહુમતી મેળવી લીધી છે. મિઝોરમમાં કોંગ્રેસને ફટકો પડયો છે અને ત્યાં એમએનએફે વિજય વાવટો ફરકાવ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર હતી જ્યાં હવે પરિવર્તનનો પવન ફુંકાયો છે અને ત્યાં હવે પંજાનુ શાસન આવી ગયુ છે અને કમળ કરમાયુ છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા બદલે છે એ પરંપરા ચાલુ રહી છે. જ્યારે છત્તીસગઢમાં સત્તા વિરોધી લહેર ફુંકાઈ હોવાનુ જણાય છે.

Tags :