02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / કુંભાસણ ગામમાં ભાગીયો વિધવાની સગીરાને ભગાડી જતા ફરિયાદ

કુંભાસણ ગામમાં ભાગીયો વિધવાની સગીરાને ભગાડી જતા ફરિયાદ   05/07/2019

પાલનપુર : પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની એક વિધવાની સગીર યુવતીને લગ્ન કરવાના ઈરાદે ભાભર તાલુકાના અબાસણા ગામનો ભાગીયો અપહરણ કરીને ભગાડી જતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે વિધવાએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના કુંભાસણ ગામમાં રહેતી અને ખેતમજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી એક ૫૦ વર્ષીય માજીરાણા વિધવા મહિલાની ૧૬ વર્ષીય સગીર પુત્રી ને તા.૨૧-૦૬૨૦૧૯ ના રોજ કુંભાસણ ગામે અગાઉ ખેતર માં ભાગીયા તરીકે કામ કરતો ભાભર તાલુકાના અબાસણા ગામનો ભરતજી માનાજી ઠાકોર નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદે  રિક્ષામાં અપહરણ કરીને ભગાડી ગયો હતો.  જોકે, વિધવાના પરીવાર દ્રારા સગીરા ની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે વિધવાએ પોતાની સગીર પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરવા બદલ ભરતજી ઠાકોર વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

Tags :