છાપીમાં હંગામો કરનાર ૧૦૦ જેટલા શકમંદોને પોલીસે તપાસ અર્થે ઉઠાવ્યા

રખેવાળ ન્યુઝ છાપી
વડગામ તાલુકાના છાપી ખાતે નાગરિકતા બિલના વિરૂધ્ધમાં પોલીસ ઉપર હુમલો કરવા સહિત ટ્રાંફિક ચક્કાજામ કરવાના ગુનામાં ત્રણ હજ્જારના ટોળા સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન સમી સાંજે પોલીસે શકમંદો વિરુધ્ધ મોટી કાર્યવાહી કરી હાઇવે વિસ્તાર માંથી સો કરતા વધારે લોકોની ધરપકડ કરતાં સમગ્ર પંથકમાં અફડાતફડી મચી ગઈ હતી.ધરપડક કરાયેલ શકમંદોને પોલીસવાનમાં પાલનપુર લઈ ગયા હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળે છે.પોલીસ કાર્યવાહીને લઈ હાઇવેની દુકાનો ના શટર ફટાફટ પડી ગયા હતા અને ભય નો માહોલ સર્જાયો હતો.જ્યારે પોલિસની કામગીરીને લઈ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતાં.
 સમગ્ર દેશમાં નાગરિકતા બિલને લઈ લઘુમતી સમાજ દ્રારા બિલના વિરોધમાં ભારે દેખાવો કરવામાં આવી રહ્યો છે અને ઠેરઠેર હિંસા ભડકી ઉઠી છે. બિલના વિરોધમાં વડગામના છાપી હાઇવે ખાતે ગુરુવારે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સભામાં લઘુમતી સમાજના પાંચ હજાર જેટલા લોક એકત્રિત થઈ બિલનો શાંતિ પૂર્વક વિરોધ કરી રહયા હતા જોકે કેટલાક ઉપદ્રવિયોઓએ પોલીસવાન સહિત એસટીબસના કાચ ફોડી ટ્રાફિકને અવરોધ કરી દહેશત ફેલાવી પોલીસ કર્મીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ૨૩ વિરુદ્ધ નામજોગ અને ત્રણ હજારના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.દરમિયાન પોલીસે શનિવાર સવારે ઉપદ્રવિયોની ધરપકડ કરવા આરોપીઓના ઘરે છાપા માર્યા હતા.જેમાં આરોપીઓને પોલીસની વિવિધ ટિમો દ્રારા તપાસ અર્થે ઉઠાવવામાં આવ્યા હતા.પોલીસની સઘન કામગીરી થી તોફાની તત્વોમાં ફફડાટ વ્યાપવા સાથે અન્ય અસરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.જોકે આરોપીઓને ઝબ્બે કરવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પીએસઆઈ એલ.પી.રાણાને જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.