બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટોઃ ૫ ડમ્પર ઝડપી ૭ લાખનો દંડ ફટકારાયો

 
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપી લઇ રૂ.૭ લાખનો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામ્યો છે.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગે સપાટો બોલાવતા પાલનપુર, ડીસા અને થરાદમાંથી ઓવર લોડ અને રોયલ્ટીની ચોરી કરતા પાંચ ડમ્પર ઝડપી લીધા હતા. થરાદ માંથી એક, ડીસામાંથી બે અને પાલનપુરમાંથી બે ડમ્પરો ઝડપી લીધા હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.ભૂસ્તર વિભાગ દ્વારા ગત રાત્રે ઓચિંતુ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં પકડાયેલા ડંમ્પરોને રૂ.સાત લાખનો દંડ ફટકારાયો હતો. ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.