02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અમદાવાદ મોડી રાત્રે એક ટ્રક ચાલકે બાઈક પર જતા યુવક-યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું હતું,અકસ્માત બાદ બાઈક ચાલક મૃતક યુવતીની પરવા કર્યા વિના નાસી છૂટ્યો હતો.

અમદાવાદ મોડી રાત્રે એક ટ્રક ચાલકે બાઈક પર જતા યુવક-યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું હતું,અકસ્માત બાદ બાઈક ચાલક મૃતક યુવતીની પરવા કર્યા વિના નાસી છૂટ્યો હતો.   17/02/2019

અમદાવાદ: મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઈસ્કોનબ્રિજ પર એક ટ્રક(GJ03 AT 3443) ચાલકે બાઈક પર જતા યુવક-યુવતીને અડફેટે લેતા યુવતીનું મોત થયું હતું. અકસ્માત બાદ બાઈક ચાલક મૃતક યુવતીની પરવા કર્યા વિના નાસી છૂટ્યો હતો. આ મામલે એસ.જી-1 પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. એસ.જી હાઈવે પર યુવક-યુવતી બાઈક પર જઈ રહ્યાં હતા. આ દરમ્યાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતા યુવક-યુવતી નીચે પટકાયા હતા. જેને પગલે યુવતીનું માથું ટ્રક નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
 
અકસ્માત એટલે ગંભીર હતો કે યુવતીનું માથું આખું ટ્રક નીચે ચગદાઈ ગયું હતું અને ટૂકડા થઈ ગયા હતા. લોકો ભેગા થઈ જતા ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધો હતો અને એસજી- 1 ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો. એસજી 1 પોલીસના જણાવ્યા મુજબ યુવતીની ઓળખ થઈ શકી નથી.
 
 

Tags :