02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિદ્ધપુર ખાતે હિંદુભાઈઓએ ૧૦૦૦ મુસ્લિમ ભાઈઓના રોજાનું ઈફતાર કરાવી કોમી એકતાની મિશાલ કાયમ કરી

સિદ્ધપુર ખાતે હિંદુભાઈઓએ ૧૦૦૦ મુસ્લિમ ભાઈઓના રોજાનું ઈફતાર કરાવી કોમી એકતાની મિશાલ કાયમ કરી   04/06/2019

સિદ્ધપુર : સિદ્ધપુરમાં દરેક પ્રસંગોની સેવાભર ઉજવણી કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ-દાતા અને જીઆઈડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એક હજાર મુસ્લિમ ભાઈઓના રોજાનું ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું આ પ્રસંગે ઉપÂસ્થત તમામ મુસ્લિમ ભાઈઓએ પણ ભાઈચારાની ભાવનાથી આ પ્રસંગને ભાવભેર માણ્યો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલની ઉપÂસ્થતિમાં પત્રકારો સાથેની વાતચીતમાં બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મને તમામ કોમના માણસો  ભાઈચારાથી રહે એ ખુબ જ પસંદ છે. સને ર૦૧૧ માં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓના એક મિત્ર મંડળની મિટિંગમાં અમે નક્કી કર્યું હતું કે પ્રતિવર્ષ રમજાન માસમાં ર૭ માં રોજાના દિવસે ઈફતાર પાર્ટીનું આયોજન કરવું અને તે જ વર્ષે ભવ્ય ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં ખુબ જ સારો મેસેજ પાસ થયો હતો તે  ઉપરાંત રોઝદાર ઈન્સાનોના રોજા છોડાવવામાં અપાર પુણ્ય પણ મળે છે. ત્યારથી પ્રતિવર્ષ નિયમિત રમજાન માસમાં ર૭ માં રોજાના દિવસે ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. અને આગામી વર્ષોમાં પણ આ ભાઈચારાના પ્રતિક રૂપે કાર્યક્રમને ચાલુ રાખીશું. ઈફતાર પાર્ટીમાં અજીતભાઈ મારફતિયા, વિનુભાઈ પ્રજાપતિ, શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, વિષ્ણુપ્રસાદ ઠાકર, જશુભાઈ પટેલ, રાજુભાઈ ઠક્કર, ચીનુભાઈ બ્રહ્મભટ્ટ, કેશરભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ પટેલ, ભરતભાઈ મોદી, રાજીવ પાધ્યા, નારીભાઈ આસનાની જે.ડી. પટેલ, સુરપાલસિંહ રાજપૂત, સવજીભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી વિગેરેએ ઉપÂસ્થત રહી મુÂસ્લમભાઈઓને રમજાન માસની શુભેચ્છાઓ પાઠવી હતી.
 
 
 
ઈફતાર પાર્ટીને સફળ બનાવવા  ફારૂકભાઈ નાંદોલીયા, મહેરઅલી કોજર, અયુબભાઈ પઠાણ પત્રકાર, કૈયુમભાઈ પોલાદી, પ્રો. નાગોરી વિગેરેએ જહેમત ઉઠાવી હતી મૌલવી અશરક શેરાએ દેશ અખંડિત રહે અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરાવી હતી.

Tags :