ડીસા શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધુને વધુ જટિલ બનતી જઈ રહી છે. શહેરના જાહેર માર્ગો પર આડેધડ પાર્ક થતા વાહનો અને દબાણોના કારણે ટ્રાફિકનો પ્રશ્ન વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે. રોડ પર ખાનગી વાહનોના ખડકલા વચ્ચે ગમે ત્યાં અડચણરૂપ પાર્ક કરતા બાઈક સહિતના વાહનોને લઇ શહેરના જાહેર માર્ગો જાણે પાર્કિંગ ઝોન બની ગયા છે.