વડગામમાં જ્વેલર્સની દુકાનના તાળાં તૂટ્યા

વડગામ બસ સ્ટેન્ડથી ગામમાં પ્રવેશવાની ડાબી સાઇડે આવેલ સેવા મંડળીના શોપિંગની દુકાન નં. ૧ માં પ્રકાશભાઇ હંસરાજજી સોનીની દુકાનનું શટર તોડી મંગળવારે રાત્રે ૩ઃ૦૦ કલાકે અથવા બુધવાર સવારે કોઇ અજાણ્યા શખ્સો ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરી ભાગી છૂટ્યા હતા. આ અંગે દુકાન માલિક પ્રકાશભાઇ સોનીએ વડગામ પોલીસમાં જાણ કરતાં પી.એસ.આઇ. એમ.એમ. દેસાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ કરતાં જ્વેલર્સની તિજારી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જા કે, પોલીસ રેકર્ડમાં ચોરીની ફરીયાદ નોંધાઇ નથી પરંતુ દુકાન માલિકે રૂ. ૧,૨૫,૦૦૦ ના ચાંદીના ઘરેણાંની ચોરી થઇ હોવાનું ટેલિફોનિક વાતમાં 
જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.