રાજયમાં ૨૪ કલાકમાં સ્વાઇન ફ્લુના ૬૮ નવા કેસ નોધાયા

 
અમદાવાદ
અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. આજે જામનગરમાં ૬૫ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું. જામનગરમાં સાત નવા કેસ સપાટી ઉપર આવ્યા છે જે પૈકી બે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ સ્વાઈન ફ્લુના કારણે ભારે દહેશત વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ નવા કેસ સપાટી ઉપર આવી ગયા છે. અમદાવાદમાં ૨૬ નવા કેસ સપાટી ઉપર આવી ગયા છે. સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિએ વધીને ૭૮૭ ઉપર પહોંચી ગઈ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો આતંક જારદાર રીતે જારી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. સ્વાઇન ફ્લુના કારણે જે મોત થયા છે તે પૈકી બે તૃતિયાશ મોત આ સપ્ટેમ્બર મહિનામાં થયા છે. જ્યારે જે કેસો નોંધાયા છે તે પૈકી ૮૪ ટકા કેસો પણ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હોવાના હેવાલ મળ્યા છે. સેંકડોની સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૨૭ મોત થયા છે. જે પૈકી સપ્ટેમ્બરમાં ૧૮ના મોત થયા છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.