02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વડગામ તાલુકામાં ભાજપ - કોંગ્રેસની સભાઓમાં લોકોની પાંખી હાજરીથી કાર્યકરો ચિંતિત

વડગામ તાલુકામાં ભાજપ - કોંગ્રેસની સભાઓમાં લોકોની પાંખી હાજરીથી કાર્યકરો ચિંતિત   17/04/2019

છાપી બનાસકાંઠાના પછાત ગણાતા વડગામ તાલુકા માં આગામી લોકસભાની ચૂંટણીને લઈ તાલુકામાં વિકાસના લગતા પ્રશ્નોની ભાજપ - કોંગ્રેસના નેતાઓ દ્વારા અનદેખી કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ બન્ને ઉમેદવારોની સભાઓ માં લોકોની પાંખી હાજરીથી કાર્યકરોની ઉંઘ હરામ થઈ  ગઈ છે. પાટણ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી તેમજ કોંગ્રેસના જગદીશ ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ થવા જઈ રહ્યો છે ત્યારે વર્ષ ૨૦૦૯ માં કોંગ્રેસ ના જગદીશ ઠાકોર ચૂંટાઈ આવ્યા હતા.જ્યારે વર્ષ ૨૦૧૪ માં મોદી લહેરમાં ભાજપના લીલાધર વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા. જોકે બન્ને આગેવાનોએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસની મોટી મોટી ગુલબાગો ફૂંકી વિજય પ્રાપ્ત કરી સાંસદ કાળ દરમિયાન અદ્રશ્ય થઈ ગયા હતા અને પછાત વડગામ તાલુકામાં વિકાસનું એક પણ કામ ન કરતા લોકોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને લઈનારાજગી પ્રવર્તી રહી છે.તાલુકાને સ્પર્શતો મુખ્ય મુદ્દો સિંચાઈના પાણીનો રહ્યો છે. જેનો ઉકેલ લાવવા ભાજપ અને કોંગ્રેસ દ્રારા ચૂંટણી દરમિયાન તાલુકાના લોકોને વચનો આપવામાં આવ્યા હતા.જોકે એક પણ પક્ષ દ્રારા આ વચનો વર્ષોથી પૂર્ણ કરવા પ્રયાસો ન કરાતા તાલુકા માં રોષ જોવા મળી રહ્યો છે.ગુજરાતની ગાદી ઉપર છેલ્લા ૨૨ વર્ષથી ભાજની પૂર્ણ બહુમતી વાળી સરકાર સત્તામાં છે જ્યારે વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું છેલ્લા અઢી દાયકાથી એક ચક્રી શાસન ચાલે છે તેમ છતાં તાલુકાના  આ વિકટ પ્રશ્ન હલ કરવા  એક બીજા ને ખોં આપી નાગરિકો ને અન્યાય કરવા સાથે આ વિકટ પ્રશ્ન ને લઈ  ધ્યાન ન આપતા લોકો પરેશાન થઈ ગયા છે લોકસભાની પાટણ બેઠક વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ દરમિયાન  કોંગ્રેસ ના જગદીશ ઠાકોર ને તેઓના સાંસદ કાળ દરમિયાન તાલુકાની ઉપેક્ષા કરવા માટે લોકો નો રોષ સહન કરવો પડી રહ્યો છે. જ્યારે ભાજપ ના ભરતસિંહ ડાભીને વર્તમાન ભાજપ ના સાંસદ લીલાધર વાઘેલાની નિષ્ક્રિયતાને લઈ રોષનો સામનો કરવો પડી રહ્યો છે.

Tags :