પ્રતિનિધિ પાંથાવાડા
બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.એચ.ચૌધરી થરાદ વિભાગ થરાદ તથા સર્કલ પો.ઇન્સ. થરાદનાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને પાડોશી રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ધુસાડવામાં આવતો હોય તે સબંધે સઘન વાહન ચેકિંગ તેમજ નાકાબંધી કરવા સુચના આપેલ હોય જે સુચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ તા.૨/૮/૨૦૧૮ ના રોજ પોલીસ સબ.ઇન્સ. એલ.પી.રાણા પાંથાવાડા પો.સ્ટે. તથા બોર્ડર પોલીસ સબ.ઇન્સ. બી.ડી.શાહનાઓ પોસ્ટાફના અ.હેઙકોન્સ. દેવજીભાઇ રાણાભાઇ બ.નં.૧૯૮૭ તથા અ.હેઙકો.રાજુભાઇ માધુભાઇ બ.નં.૧૦૦૦ તથા આ.હેઙકો. વિજુસિંહ કંચુસિહ બ.નં.૪૩ નાઓ મળેલ બાતમી હકીકત આધારે ઇકો ગાડી નંબર જીજે.૦૯.બીબી. ૪૮ર૪ની નાકાબંધીમાં પાંથાવાડા હાઇવે રોડ કન્યાશાળા આગળ પંચો સાથે હતા. તે દરમ્યાન હકીકતવાળી ગાડી આવતાં તેમાં ચાલક પ્રકાશસીંગ ઝેણાજી સોલંકી (ઠાકોર) રહે. મંડાર પાદર રોડ ઠાકોરવાસ તા.રેવદર જી.શિરોહી (રાજ.) વાળો બેઠેલ હોઇ અને સદરી ગાડીમાં ચેક કરતાં ગે.કા. વગર પાસ પરમીટે બિયર દારૂ ટીનની કુલ બોટલ નંગ- ૫૩૬ કુલ કિમત રૂપિયા ૫૩,૬૦૦/- નો તથા ઇકો ગાડી કિમત રૂ.૨,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિમત રૂપિયા ૨,૫૩,૬૦૦/- ના મુદામાલ સાથે હેરા ફેરી કરી લઇ આવતાં આવતાં સદરી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.