02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ જીલ્લા પંચાયતના છ બળવાખોર સભ્યો ગેર લાયક ઠરશે ?

પાટણ જીલ્લા પંચાયતના છ બળવાખોર સભ્યો ગેર લાયક ઠરશે ?   03/06/2019

 
ભાજપ સંચાલીત જીલ્લા પંચાયત પાટણનું બજેટ ગત બેઠકમાં કોંગ્રેસ બહુમતિના જારે ના મંજુર કરતાં હવે બીજી વખત બજેટ પસાર કરવા આગામી ૧૦ મી જુનના રોજ જીલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેથી જીલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જેથી જીલ્લા પંચાયત સુપરસીડ થશે કે બચશે ? તે માટે બંને પક્ષ દ્વારા દોડધામ ચાલી રહી છે. બજેટ ના મંજુર થતા વિકાસ કમીશનરે જીલ્લા પંચાયતને કારણદર્શક નોટીસ ફટકારી ઠરાવ સ્પરૂપમાં સ્પષ્ટતા માગતાં જીલ્લાનું રાજકારણ ગરમાયું છે અને આગામી દિવસોમાં જીલ્લા પંચાયતના ૬ સદસ્યો વિરૂધ્ધ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવા માટેની અરજી નો ચુકાદો નજીકના દિવસોમાં જાહેર થતાં ફરી એકવાર પાટણ જીલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનું શાસન સ્થાપિત થશે તેવો મત વિરોધ પક્ષના નેતાએ વ્યક્ત કર્યો હતો. 
પાટણ જીલ્લા પંચાયતની ચૂંટણી વર્ષ ર૦૧પ માં યોજવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતી કુલ ૩ર બેઠકો પૈકી રર બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યારે ભાજપને ૧૦ બેઠકો ઉપર સફળતા મળતાં જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે પશીબેન સોરાબજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી. પ્રથમ અઢીવર્ષના શાસનકાળ દરમિયાન જીલ્લા પંચાયતનું સુચારૂપણે આયોજન થયુ હતું.
પરંતુ ત્યારબાદ જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન લવીગજી ઠાકોર ભાજપમાં જાડાઈ જતાં જીલ્લા પંચાયતમાં અÂસ્થરતા સર્જાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના પક્ષના જીલ્લા પચાયતના એક સાથે નવ સભ્યોએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જાડાઈ જતાં બહુમતિના જારે ભાજપે જીલ્લા પંચાયતમાં સત્તા કબ્જે કરી નવિન પ્રમુખ તરીકે વિનુભાઈ પ્રજાપતીએ પ્રમુખના તાજ સંભાળ્યો હતો અને જીલ્લા પંચાયતમાં પક્ષના આંતર કલહને કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. 
ત્યારબાદ પક્ષ છોડી ગયેલા કોંગ્રેસના ત્રણ સભ્યો પક્ષમાં પરત ફર્યા હતા. જેથી સમીતિઓની રચના થતાં જીલ્લા પંચાયતની શિક્ષણ સમિતીમાં કોંગ્રેસે ફરીથી પોતાનો પગદંડો જમાવ્યો હતો. આવા સંજાગોમાં કોંગ્રેસપક્ષના પ્રતિક ઉપર ચૂંટાઈ ભાજપમાં જાડાઈ ગયેલા ૬ સભ્યો વિરૂધ્ધ જીલ્લા પંચાયતના કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પ્રવિણભાઈ રાઠોડે આ સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવા અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલી જતાં નજીકના દિવસોમાં આવનાર ચુકાદાથી જીલ્લાના રાજકારણમાં ભુકંપ સર્જાઈ શકે તેમ છે. 
જીલ્લા પંચાયતમાં ભાજપપક્ષ લઘુમતિમાં મુકાઈ જતાં જીલ્લા પંચાયતનું બજેટ ના મંજુર કરવામાં આવ્યું હતું.
રજુ થનાર બજેટમાં ખેતી અને પશુપાલન માટે પુરતા નાણાની જાગવાઈ કરવામાં આવી ન હતી. અને બીજી વખતે સુધારા સાથે બજેટ રજુ કરવાની કોંગ્રેસની માંગણી સાથે બજેટ ના મંજુર કરવામાં આવ્યું હતું.
હવે બજેટ માટેની બીજી મીટીંગ આગામી ૧૦ મી જુનના રોજ જીલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખના વડપણ નીચે મળવા જઈ રહી છે. જા કોંગ્રેસ બહુમતીના જારે બજેટ ના મંજુર કરે તો જીલ્લા પંચાયતના અÂસ્તત્વ સાથે સંકટ સર્જાઈ શકે તેમ છે. પરંતુ ચુંટાયેલા જીલ્લા પંચાયતના એકપણ સદસ્યને મુદત પહેલાં ઘર જવાનુ પાલવે તેમ નથી. જેથી સુધારા સાથે બજેટ રજુ થાય તો બજેટ મંજુર થવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે.

Tags :