02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અતિ પ્રાચિન ગઢી મહાકાળી માતાજી અને બાબર વિરના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

અતિ પ્રાચિન ગઢી મહાકાળી માતાજી અને બાબર વિરના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન   20/05/2019

મોડાસા :  અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ઇસરોલની સીમમાં  કેશાપુર-માલવણ, જીતપુર, રાજપુર ને ઇસરોલના ત્રિભેટે અતિ પ્રાચિન ગઢી મહાકાળી માતાજી અને બાબરવિરના જીર્ણોધ્ધાર સાથે નવ નિર્મિત મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવની ભારે ધામધુમથી  ઉજવાયો હતો..
   માલવણ-કેશાપુર સમસ્ત ગ્રામજનો દ્વારા  આસપાસના ગામોનાં સાથ-સહકારથી આયોજિત ત્રણ દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર સંપન્ન થયો હતો.આ પુણ્ય મંગલ અવસરે બોલુંદરા કૃષ્ણાશ્રમના પ.પૂ. અગ્નિહોત્રી આત્રેયકુમાર જે.વ્યાસ,રામદેવ ઉપાસક પૂ. હીરાદાદા, પ.પૂ.સંત ૧૦૦૮ રામબલી મહારાજ,પૂ. શના બાવજી, પ.પૂ. સંત ૧૦૦૮ ગોસ્વામી અતુલગિરી બાવજી, પૂ. પ્રદ્યુમ્ન બાવજી સહિતના સંતો-મહંતોન
એ આશિર્વચન પાઠવ્યા હતા અને આયોજકો દ્વારા સંતોનું શાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાલ અને ફુલમાલાથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
    માલવણ-કેશાપુરથી ૪ કિમિ દૂર નાની ઇસરોલની સીમમાં આવેલ શ્રી આદ્યશક્તિ મહાકાળી માતાજી તથા બાબર વીરના નૂતન મંદિરમાં યોજાયેલા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સાંસદ દિપસિંહ રાઠોડ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, આ વિસ્તારના અગ્રણીઓ   શામળભાઈ પટેલ, પ્રભુદાસ પટેલ, કરણસિંહ સીસોદીયા,અરુણ પટેલ, મંદિરના બાંધકામના દાતા ભુપેન્દ્રસિંહજી ખુમાનસિંહજી  સીસોદીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજનને સફળ બનાવવા માલવણ-કેશાપુરના આગેવાનો જશવંતસિંહ મકવાણા, દુલેસિંહ, કનકસિંહ,લક્ષ્મણસિંહ,મંદિરના મહંત બ્રજરાજ મહારાજ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Tags :