થરા હાઇવે પર પુલના છેડે આખલો આડો આવી જતા ટેન્કર પલટી મારતાં અફરાતફરી મચી

થરા હાઇવે પર પુલના છેડે આખલો આડો આવી જતા  ટેન્કર પલટી મારતાં અફરાતફરી મચી
 
 
 
 
                    કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા થી પસાર થતા દિલ્હી કંડલા નેશનલ હાઇવે નંબર ૨૭ પર  પુલના છેડા પર ભાભર ત્રણ રસ્તા સામે ગત તારીખ ૬/૮/૨૦૧૮ સાંજ ના સુમારે  શિહોરી તરફ થી આવી રહેલ તેલ ભરેલ ટેન્કર નંબર ય્ત્ન-૧૨-મ્્‌-૯૮૫૫ કચ્છ તરફ જઇ રહ્યુ હતુ ત્યારે અચાનક આખલો આડો આવી જતા ટેન્કર ચાલક આખલાને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટેન્કર પલ્ટી મારી ગયું હતું.જેમાં ટેન્કર ચાલક તેમજ કંડકટરનો આબાદ બચાવ થયો થયો હતો. જયારે ટેન્કરમાંથી તેલ ઢોળાતાં લોકોએ તેલ લેવા પડાપડી કરી હતી. ઘટનાની જાણ થતાં  થરા પી.એસ.આઈ એ.કે.ભરવાડ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને થરા ફાયર ફાયટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટીવાળા પણ ધટનાસ્થળે  આવી પહોંચતાં ટેન્કર ઉભુ કરવાની તજવીજ હાથ ધરી હતી.
લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું કે રખડતી ગાયો- આખલા અને નાના વાછરડાઓને  વાહન ચાલકો અન રાહદારીઓ માટે ત્રાસદાયી ટ્રાફીક સમસ્યા સર્જનાર બન્યાં છે જેની સામે પાલીકા તંત્ર,તગડા ટેકશ ઉઘરાતું નેશનલ હાઈ વે ઓથોરીટીની ચુપકીદી કેમ?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.