02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરના આંબેથામાં સામુહિક દુષ્કર્મ બાદ સગીરાના મોતના ગંભીર આક્ષેપો

પાલનપુરના આંબેથામાં સામુહિક દુષ્કર્મ બાદ સગીરાના મોતના ગંભીર આક્ષેપો   06/06/2019

પાલનપુર : પાલનપુર તાલુકાના આંબેથા ગામમાં ખેતરમાં શ્રમિક તરીકે કામ કરતા એક આદિવાસી પરિવારની ૧૪ વર્ષીય કિશોરીની તાજેતરમાં ખેતરના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અપમૃત્યુના બનાવમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારી તેની હત્યા કર્યા બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાના સનસનીખેજ આક્ષેપો સાથે મૃતક સગીરાના પરિવારે પોલીસને લેખિત રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલનપુર તાલુકાના આંબેથા ગામે લક્ષ્મણભાઈ ચેલાભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા મૂળ અમીરગઢ તાલુકાના રબારીયા ગામના વતની અને હાલ આબેથા ખેત મજુરી કરતા આદિવાસી પરિવારની એક ૧૪ વર્ષીય કિશોરીનો ગત તા.૨૨/૫/૧૯ ના સવારે ખેતરમાં આંબાના ઝાડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, સગીરાના અપમૃત્યુમાં મૃતક કિશોરીના પરિવારે બાળકી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરીને લાશને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હોવાના આક્ષેપ કર્યા છે.
જેમાં મૃતક કિશોરીની અગાઉ આંબેથા ગામના કલ્પેશભાઈ પટેલ,પકાભાઈ ઠાકોર અને પકાભાઈ માળી નામના શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હતી અને છેડતી અંગે ઠપકો આપવા જતાં સગીરા ઉપર દુષ્કર્મ કરી લટકાવી દેવાની ધમકી આપવામાં આવતા પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું જણાવતા માફી માગીને મામલો થાળે પાડયો હતો. જે બાદ તા.૨૨મે ના રોજ આ ૧૪ વર્ષીય સગીરાનો મૃતદેહ ખેતર માં ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતા પરીવાર હેબતાઈ ગયો હતો. અને અપમૃત્યુ શંકાસ્પદ જણાતા પરીવારએ તેમની સગીરાની અગાઉ છેડતી કરનાર ગામના ત્રણ શખ્સો અને ખેતર માલિક દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરીને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી હોવાના આક્ષેપ સાથે મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે.

Tags :