ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની બ્લાઇન્ડ ક્રિકેટ મેચમાં પાલનપુરના યુવાનની પસંદગી

પાલનપુર: બ્લાઇન્ડ ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાનારી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ક્રિકેટ મેચ સિરીઝમાં પાલનપુર તાલુકાના ખોડલા ગામના મહેશ લોહની પસંદગી થઈ છે. મહેશ અમદાવાદની આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળમાં ફરજ બજાવતા વ્યાયામ શિક્ષકના માર્ગદર્શન હેઠળ મહેશે ભારતની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમમાં સ્થાન હાંસલ કર્યું છે.
 
મૂળ પાલનપુર તાલુકાના ખોડલા ગામના વતની મહેશનુ ભારતની ટીમમાં સિલેક્શન થતા ગામના લોકો પણ ગૌરવ અનુભવી રહ્યા છે. મહેશના મામા વી.બી. પટેલ દાંતીવાડા તાલુકા પંચાયતમાં આંકડા શાખામાં ફરજ બજાવે છે. વી બી પટેલે જણાવ્યું હતું કે અમારા પરિવારનો પુત્ર ભારતની ટીમમાં સ્થાન પામતા અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ તેનુ ટીમમાં સિલેક્શન થયું હોવાથી બેંગ્લોર ખાતે 17 થી 30 સપ્ટેમ્બર કોચિંગ કેમ્પ ચાલી રહ્યું છે. આગામી 2જી અને 4થી ઓક્ટોબરે બેંગલોરમાં ભારતની ઇંગ્લેન્ડ સામે ક્રિકેટ મેચ યોજાશે જેમાં મહેશ ભાગ લેશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.