એરફોર્સે કચ્છ બોર્ડર પર જાસુસી કરી રહેલું પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું

ભુજ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી જૈશના આતંકી ટ્રેઈનિંગ કેમ્પને નષ્ટ કર્યા હતા. ત્યારે ગુજરાતની કચ્છ સરહદે અબડાસા તાલુકાના નૂનધાતડ ગામે જાસૂસી કરવા આવેલા પાકિસ્તાની યુએવી ડ્રોનને એરફોર્સે તોડી પાડ્યું હોવાના અહેવાલ છે.
 
સવારે કાર્યવાહી: ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામલોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.
 
ગામ લોકોએ ધડાકો સાંભળ્યો, ભંગાર પણ જોયો: રેકી કરવા આવેલા તોડી પડાયેલા પાકિસ્તાની યુએવી ડ્રોનનો ભંગાર ગામલોકોએ જોયો હતો. વહેલી સવારે એરફોર્સે ડ્રોનને તોડી પાડ્યું તેનો ધડાકો પણ આસપાસના લોકોએ સાંભળ્યો હોવાનું કહી રહ્યા છે. જ્યારે કચ્છની સરહદે દેશની સુરક્ષા કરતાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.