બટાટાના ભાવમાં પાંચ વર્ષની મંદીથી કંટાળી ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવળ : બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રવી સીઝનમાં ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવમાં ચાલતી મંદીના માહોલ લઈ ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. સમગ્ર દેશભરમાં સૌથી વધુ હેક્ટર દીઠ ઉત્પાદન કરતાં બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં પણ ડીસાએ બટાકાનું સૌથી મોટું હબ ગણવામાં આવે છે.તેમ છતાં આંકડાની દૃષ્ટિએ જોઈએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાનો વિસ્તાર ઘટયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા ખેતીવાડી માંથી મળતી વિગતો પ્રમાણે ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૬૮૬૯૬ હેક્ટરમાં બટાટાનું વાવેતર થવા પામ્યું હતું.તેની સરખામણીએ ચાલુ વર્ષે ૬૨૩૪૯ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થવા પામ્યું છે.જેમાં બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષે ૪૦૪૮૪ હેક્ટરમાં વાવેતર થયું હતું.જ્યારે ચાલુ વર્ષે ૩૫૧૧૭ હેક્ટરમાં વાવેતર થયું છે.આમ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. 
આ વર્ષે શિયાળાની ઋતુ મોડી શરૂઆત થઇ હતી તે બાદ ઠંડી રેકોર્ડબ્રેક પડી છે ઉપરાંત હવામાનમાં પણ છાશવારે પલટો જોવા મળી રહ્યો છે.તેમ છતાં હજુ સુધી બટાકા માટે સાનુકૂળ ઋતુને લઇ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાટાનો પાક લહેરાઇ ઉઠયો છે અને ચાલુ વર્ષે કોઈપણ પ્રકારનો બટાટામાં હજુસુધી રોગચાળો પણ જોવા મળી રહ્યો નથી ત્યારે ડીસા પંથકમાં અનેક વિસ્તારોમાં બટાટાનું અષાઢુ વાવેતર કરેલા ખેડૂતોએ જમીનમાંથી બટાકા કાઢવાની પણ શરૂઆત કરી દીધી છે.જેથી ચાલુ વર્ષે ફરી એક વખત સારી કમાણીની અને સારો નફો થાય તેવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.