02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગુજરાતમાં બે હજાર નવા એકમો અને 7000 કરોડનું રોકાણ આવશે : મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાતમાં બે હજાર નવા એકમો અને 7000 કરોડનું રોકાણ આવશે : મુખ્યમંત્રી રૂપાણી   12/10/2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ સ્પષ્ટપણે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા તૈયાર છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુરુવારથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2018નો પ્રારંભ કરાવ્યો હતો.
 
વિજયભાઇ રુપાણીએ ગુજરાતે .184 . સ્ટાર્ટઅપને માન્યતા આપી છે. અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે, તેની વિગતો આપતાં 2021 સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને 7 હજાર કરોડ રુપિયાના રોકાણોનો લક્ષ્‍યાંક રાખ્યો છે, તેમ પણ જણાવ્યું હતું.
 
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારું દેશનું પહેલું રાજ્ય છે, તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની 60 થી વધુ યુનિવસિર્ટી, 1 હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઆેને પોલિસી લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

Tags :