02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ભાભર તા.ખ.વે. સંઘના ચેરમેન પદે હરીલાલ આચાર્યનો એક મતે વિજય

ભાભર તા.ખ.વે. સંઘના ચેરમેન પદે હરીલાલ આચાર્યનો એક મતે વિજય   12/09/2018

 ભાભર તા.ખ.વે. સંઘના ચેરમેન પદે હરીલાલ આચાર્યનો એક મતે વિજય
 
 
 
 
                ભાભર ખાતે આવેલ ભાભર  તાલુકા સહકારી ખરીદ- વેચાણ સંઘના ચેરમેન  અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત ઓફિસર પાટીદાર અને ભાભર મામલતદાર પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે હરીભાઈ નટવરલાલ  આચાર્ય(ઠક્કર) અને નાગજીભાઈ વઘાભાઈ ઠાકોરના ફોર્મ રજુ થતાં ચૂંટણીમાં મતદાન થવા પામ્યું હતુ. જેમાં હરીભાઈ આચાર્યને નવ મત  જ્યરે નાગજીભાઈ ઠાકોરને ૮ મત મળતા હરીભાઈ આચાર્યને ૧ મતે વિજેતા જાહેર કર્યા હતા. જ્યારે વાઈસ ચેરમેન તરીકે ગંગારામભાઈ રામસીભાઈ પટેલનું એક માત્ર ફોર્મ આવતા  બિનહરીફ વિજેતા થયા હતા. ચૂંટણી શાંતિમય સંપન્ન થતા ડિરેક્ટરો અને હરીભાઈના શુભેચ્છકોમાં હર્ષની લાગણી જન્મી  હતી. આ બાબતે હરીભાઈએ જણાવેલ કે  મારામાં વિશ્વાસ મુકી મને વિજેતા  બનાવ્યો છે. ત્યારે હું ખેડુતોને પૂરતા પ્રમાણમાં ખાતર-  બિયારણ પુરા પાડી પારદર્શક વહીવટ કરીશ. તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 અગાઉ તાલુકા સંઘના ચેરમેન પદે હરીભાઈ આચાર્યે પારદર્શક અને ખેડૂતલક્ષી વહીવટ કર્યો હતો. તેથી આજની રસાકસીભરી ચૂંટણીમાં ડીરેકટરોએ તેમના ઉપર ફરી વિશ્વાસ મૂકયો હતો. જેથી તેઓ બીજી વખત ચેરમેન બનતા ખેડૂતોમાં પણ ખુશાલી          છવાઈ છે.

Tags :