બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી આવતીકાલે રજા જાહેર કરાઇ

પાલનપુર : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સમાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ તા.૧૬/૦૬/૨૦૧૯ના રોજ નક્કી કરવામાં આવેલ છે. જે સંદર્ભે આયોગના પરિપત્રમાં જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મહત્તમ રવિવારના દિવસે જ યોજવામાં આવતી હોય છે. પરતું શહેરો/નાના/મોટા ગામોમાં કેટલીક ગ્રામીણ બેંકો રાષ્ટ્રીયય અને ખાનગી બેંકો અને રાજય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ તેમજ દુકાન વાણિજ્ય સંસ્થાઓ/ હોટલો/ ઔધોગિક એકમો/ કારખાનાઓ ફેકટરીઓ/ રેલ્વે/ ટેલીફોન/ તારસ્પીડપોસ્ટ/ સરકારી હોસ્પિટલો/ પોલીસ સ્ટેશનો/ ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય કેટલીક કચેરીઓ/સંસ્થાઓ રવિવારે પણ તેમનો કારોબાર ચાલુ રાખે છે. 
આ સંજોગોમાં આવી કચેરીઓ/સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાનના દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનનાં દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે તેવી સુચના છે. 
ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં મતદારો સરળતાથી મતદાન કરી શકે અને મતાધિકારથી વંચિત ન રહે તે માટે સ્થાનિક કક્ષાએ રજા જાહેર કરવાની સુચના આપેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠાને મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસે મતદારો તેમના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકે જેથી મતદારની સરળતા ખાતર જાહેર રજા જાહેર કરવાની રહે છે. જે અન્વયે આ સાથે સામેલ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી વિસ્તાર પુરતી મતદાનના દિવસે તા. ૧૬/૦૬/૨૦૧૯ના રોજ સ્થાનિક રજા જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.