02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / રાધનપુર કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

રાધનપુર કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ   10/08/2018

 
હિંમત વિદ્યાનગર સ્થત શ્રી અમરજ્યોત  એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટસ એન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં  તા. ૩૧/૦૭/ર૦૧૮ ના રોજ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજની ૧૯ વિદ્યાર્થીની બહેનોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જેમાં ત્રણ નંબર પ્રાપ્ત કરનાર પાંચ  વિજેતા બહેનો જેમાં પ્રથમ  સ્થાને રાજપુત જાગૃતિ કે., બીજા સ્થાને  વ્યાસ દર્શના કે. અને  શેખ  ગુફરાના એન.. તેમજ તૃતીય સ્થાને બે બહેનો (૧) નાઈ કોમલ આઈ. અને (ર) સુથાર નિલમ વી. વિજેતા બન્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રા.ડા.કુસુમબેન અખાણી, પ્રા.કુંજલબેન બારોટ, પ્રા.ડા.સ્નેહલત્તાબેન ગામીત, પ્રા.કાજલબેન શર્મા ઉપસ્થત રહી પોતાના નિર્ણય રજુ કરી વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આ  પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડાૅ.સી.એમ.ઠક્કરે વિજેતા બહેનોને બિરદાવેલ.

Tags :