02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ભારત પાક.સરહદે એર ડિફેન્સ યુનિટ તૈનાત કરશે

ભારત પાક.સરહદે એર ડિફેન્સ યુનિટ તૈનાત કરશે   16/05/2019

નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારતીય સેનાએ પંજાબ, ગુજરાત, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની એર ડિફેન્સ યુનિટને હવે પાકિસ્તાનની સાથેની સરહદ પર તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામા ંઆવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી હાલમાં પ્રવર્તી રહી છે. ભારતે બાલાકોટમાં ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા બાદ વિસ્ફોટક Âસ્થતી બંને દેશો વચ્ચે ફેલાયેલી છે. નવેસરથી જવાનોની તૈનાતીનો ઉદ્ધેશ્ય પણ સરહદ પારથી કોઇ હવાઇ હુમલાના દુસાહસને નિષ્ફળ કરવાનો રહેલો છે. ભારતની એર ડિફેન્સ યુનિટને સરહદ પર તૈનાત કરવાના નિર્ણય બાદ પાકિસ્તાનમાં ચોક્કસપણે દહેશત રહેશે. પાકિસ્તાનના કોઇ પણ દુસાહસને આના કારણે નિષ્ફળ કરી શકાશે. હાલમાં પાકિસ્તાનની સેનામાં ભારતને લઇને એટલી દહેશત છે કે બાલાકોટ હવાઇ હુમલાના બે મહિના બાદ પણ પાકિસ્તાને હજુ સુધી સરહદ પર મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરી છે. સરહદની નજીક પાકિસ્તાને વ્યુહાત્મક રીતે ઉપયોગી શંકરગઢ ખાતે આશરે ૩૦૦ ટેંકની પણ તૈનાતી કરી છે. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે બાલાકોટ Âસ્થત જેશે મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ અને તેમના આકાઓ તેમજ ટ્રેનરના મોત થયા હતા. ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનમાં ત્રાસવાદ અડ્ડા પર જારદાર હુમલા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય કરવામનાં આવ્યો હતો. પોકમાં પાકિસ્તાને ભારતીય સરહદ પર જવાનોની સંખ્યાને વધારી દીધી છે. અલબત્ત થોડાક સમયમાં તેના દ્વારા સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

Tags :