ડીસામાં કડકડતી ઠંડી વચ્ચે ૧૩ ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ તાપમાનનો પારો ઉંચો આવવાનો નામ નથી લઇ રહ્યો. આ સાથે ઉત્તર ગુજરાતમાં ડિસા, ઈડરમાં તાપમાન ૧૩ ડિગ્રીએ પહોંચ્યુ હતું. બનાસકાંઠામાં પણ જોરાદાર ઠાર પડ્યો હતો. તો વળી અમદાવાદમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાતા થોડી રાહત મળી હતી.
 
ઉત્તર ગુજરાતના ડીસા અને ઇડરમાં તાપમાન ૧૩ ડિગ્રીએ પહોંચતા શહેરીજનો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગુજરાતમાં ઠંડીનો માહોલ બરાબર જામ્યો છે. તાપમાનનો પારો ઉંચો આવવાનો નામ નથી લેતો. ઉત્તરભારતમાં થઈ રહેલા હીમસ્ખલન અને હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. નલિયા રાજ્યનું સોથી ઠંડુ શહેર બન્યું છે તો વળી ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ ઠંડી પોતાનો કહેર વરસાવી રહી છે.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતમાં ડિસા, ઈડરમાં તાપમાન ૧૩ ડિગ્રીએ પહોંચ્યુ હતું. તો વળી અમદાવાદમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાતા થોડી રાહત મળી હતી. બનાસકાંઠામાં પણ જોરાદાર ઠાર પડ્યો હતો. વડોદરા અને સુરતમાં ૧૩ ડિગ્રી જ્યારે પોરબંદર, વેરાવળ અને અમદાવાદમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે કેટલાક શહેરોમાં ઠંડીમાં આંશિક રાહત મળતી નજરે પડી રહી છે.ગુજરાતમાં હજુ પણ ઠંડીનો કહેર યથાવત છે. તો કેટલાક વિસ્તારોમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. નલિયા ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. નલિયામાં તાપમાનનો પારો ૬ ડિગ્રીએ પહોંચી ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.