મહીલા સરપંચોની જગ્યાએ તેમના પતિદેવો વહીવટ કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે

ડીસા તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ આવેલી ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી મહીલા સરપંચ તથા મહીલા સભ્યના પતિદેવો તથા તેમના પ્રતિનિધીઓ અનઅધિકૃત રીતે ગ્રામપંચાયતની ખુરશીઓમાં બેસી વહીવટ કરતા હોવાની ફરિયાદો મળતા જેને ગંભીરતાથી લઇને કલોલ તાલુકા વિકાસ અધિકારીએ પરીપત્ર બહાર પાડી બિન અધિકૃત રીતે ગ્રામપંચાયતની કચેરીમાં અનઅધિકૃત લોકો ગ્રામ પંચાયતનો વહીવટ કરતા નજરે પડે તો જે તે સરપંચ સામે કાર્યવાહી કરવાના આદેશો કર્યા છે.
ગુજરાત પંચાયત અધિનીયમ - ૧૯૯૩ અન્વયે ૫૦ ટકા ગ્રામ પંચાયતોમાં સ્ત્રી અનામતને કારણે મહીલા સરપંચ અને મહીલા સભ્યો ચુંટાય છે.
 
ત્યારે સ્ત્રી સરપંચ અને સભ્યની જગ્યાએ તેમના પતિ કે પ્રતિનિધિઓ દ્વારા ગ્રામપંચાયતની કચેરી ખાતે સરપંચ કે સભ્યની ખુરશીમાં બેસીને પંચાયતો વહીવટ કરતા હોવાની રજૂઆતો ગ્રામજનો દ્વારા જિલ્લા કક્ષાએ તથા તાલુકાકક્ષાએ મળતા જેને ગંભીરતાથી લઇ કલોલ તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોરે પરીપત્ર બહાર પાડયો છે.
 
જિલ્લા પંચાયત બનાસકાંઠાની સંકલનની મીટીંગમાં તેમજ સરકારના જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે આવી બિન અધિકૃત વ્યક્તિઓ દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સુચના અપાઇ હતી.
તમામ તલાટી કમ મંત્રીઓને પણ સુચના અપાઇ હતી કે ગ્રામ પંચાયતમાં સરપંચ સિવાયની કોઇ પણ બિન અધિકૃત વ્યક્તિ સરપંચની ખુરશીમાં બેસી વહીવટ કરતા ધ્યાને આવશે તો તેની જવાબદારી તલાટી કમ મંત્રીની રહેશે.
 
તેમજ તાલુકા કે જિલ્લાના ફેરણા અધિકારીઓની મુલાકાત દરમિયાન બિન અધિકૃત વ્યક્તિઓ ગ્રામ પંચાયતનો વહીવટ કરતા ધ્યાનમાં આવશે તો આ બાબતે ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૯૩ની કલમ ૫૭/૧ મુજબ જે તે મહીલા સરપંચ વિરૃદ્ધ કાર્યવાહી કરવાની તેમજ જરૃર જણાય તો ફોજદારી કાર્યવાહી કરવાનો પરીપત્ર બહાર પાડવામાં આવતા ગ્રામ પંચાયતનો વહીવટ કરતા મહીલા સરપંચોના પતિદેવોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.